________________
સ્વામિન્ ! જેને અર્થે તમે વનને વિષે આવ્યા હતા તે ગજરાજ પોતે પોતાની મેળે આવીને સ્તંભબંધનને આશ્રયીને રહ્યો છે; જાણે આપમહારાજાના પુણ્યથી આકર્ષાઈને જ હોય નહીં એમ. એ સાંભળીને રાજા પણ આનંદમગ્ન થઈ “નિશ્ચયે આ હસ્તિ શિરોમણિ દેવતાધિષ્ઠિત છે; અન્યથા એ પશુ જાતિ પોતાની મેળે ક્યાંથી આવે ?” એમ વિચાર કરતો નગરમધ્યે આવ્યો, અને ઉત્તમ દિવસ જોઈને એનો પટ્ટાભિષેક કર્યો. અથવા તો પશુઓમાં પણ કોઈ કોઈ એવા હોય છે કે જેમનાં ભાગ્યની સીમા જ નથી !
આ પ્રમાણે એને પટ્ટહસ્તિ સ્થાપ્યો એટલે તો એને આદર સહિત ગોળમિશ્રિત ગોધમ અને શેરડી આદિ વસ્તુઓનું ભોજન મળવા માંડ્યું; અને લવણ તથા જળથી એની આરતી ઉતરવા લાગી. પરંતુ બાહ્ય અને અત્યંતર એ બંને સુખ તો, વિધિ પૂરેપૂરો અનુકૂળ હોય એને જ હોય છે.
વાત એમ બની કે એકદા એ જળપાન–અને સ્નાન-નિમિત્તે નદી પર ગયો હતો તે નદીમાં પેઠો કે તત્ક્ષણ એક તંતુકે એને ગ્રાહમાં લીધો. આ તંતુક એક ચોપગું પ્રાણી છે. એનું મુખ એના શરીરમાં ગૂઢ હોય છે, એનું કદ એ વ્રજના જેવડું હોય છે, અને એની પીઠ થી પણ ભેદી શકાય નહીં એવી હોય છે. એને જ્યારે કોઈ પ્રાણીને ગ્રાહમાં લેવું હોય ત્યારે એનો પ્રત્યેક ચરણ એક વરત જેટલો લાંબો અને અંગુઠા પ્રમાણ સ્થળ તંતુ જેવો થઈ જાય છે; અને એની કાયા એક મહાન પ્રાસાદની ભીંતસમી જાડી અને મોટી થઈ જાય છે. પછી ચારે ચરણને જમીનમાં દઢપણે સ્થાપીને જોર કરી તંતુઓને પ્રસારી, જળમાં રહેલા પ્રાણીને ચોતરફ વીંટળાઈ વળે છે. આ “તંતુક' પ્રાણીના લક્ષણ વિષેની હકીક્ત સાક્ષાત્ નજરે જોનાર પાસેથી અમે સાંભળેલી તે પ્રમાણે અહીં કહી છે.”
૧. કુવામાંથી જળ સીંચવા માટેનું ચામડાનું દોરડું.
૧૭૮
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૨)