________________
કરાવો તોયે વિષધર-સર્પમાં વિષ વિના બીજું શું ઉદ્ભવે છે ? દુર્જનનું માત્ર એક જ ઔષધ છે-તે એ કે-એનો સર્પની પેઠે દૂરથી પરિત્યાગ કરવો. જેવી રીતે સર્પને અટકાવી રાખીને મુખથી પકડી લેવામાં આવે છે તેવી રીતે પાછળ લાગેલા દુર્જનનું પણ ઉત્તમોત્તમ ઔષધ હોય છે. અમને ઉપસર્ગ કર્યાનું જ તને ભાગ્યયોગે આ ફળ મળ્યું છે; મુનિજનને કદર્થના પમાડનારનું સારું થાયે શું ? તને તો યોગ્ય હતું તે મળી રહ્યું છે અને એ બહુ સારું થયું છે. એમ ન થયું હોત તો દુષ્ટજનો નિત્ય નિત્ય આવાં પાપકર્મ કર્યા જ કરત. તું પકડાઈ બંદિવાન થયો એટલે અમારા આશ્રમનું તો વિપ્ન ટળ્યું; અથવા તો એક દુર્જન પકડાતાં શેષજનોનું કુશળ જ થાય છે.”
આ પ્રમાણે આક્રોશના વચન સાંભળવાથી એ સેચનક હસ્તિનો, અગ્નિની પેઠે, ક્રોધ પ્રજ્વલિત થયો. કેમકે બુદ્ધિમાનોને પણ ક્રોધ ચઢે છે તો પછી અજ્ઞાનીની તો વાત જ શી ? “પ્રપંચને વિષે પ્રવીણ-એવા આ કળાબાજ મુનિઓને લીધે જ, હું માની જેમ, જાળમાં સપડાયો છું.” એમ નિશ્ચય થવાથી કોપના આવેશને વશ થઈને, એ બળવાન હસ્તિએ ક્ષણવારમાં, વાયુ વૃક્ષને ઉખેડી નાખે તેમ સ્તંભને મૂળથી ઉખેડી નાખ્યો. વળી તાપસોના ચિત્તને વિષે પણ ભય ઉપજાવીને સાંકળને પણ એક જીર્ણ પ્રાય દોરડાની પેઠે ત્રોડી નાંખી. આમ એ છટો થયો એટલે તાપસો સર્વે કાક પક્ષીઓની જેમ જીવ લઈને ચારે દિશામાં નાસી ગયા. હસ્તિ-સેચનક પણ જાણે પોતાની માતાનું સ્મરણ થઈ આવવાથી જ હોય નહીં, એમ વિવિધ વૃક્ષોને લીધે ગીચ અને અનેક જળાશયોથી પૂર્ણ એવી અટવીમાં પેઠો.
આમ હસ્તગત થયેલ ગજરત્નને નાસી ગયો જાણી, એને પુનઃ પકડવાને અભયકુમાર વગેરે કુશળ સવારો તથા સામંતોના પરિવાર સહિત રાજા શ્રેણિક પોતે ઉત્તમ અશ્વ પર આરૂઢ થઈ ચાલી નીકળ્યો. કેમકે ભૂપતિઓ પોતાની એક વાછરડીને પણ પાછી વાળી લાવવાને માટે પ્રયત્ન કરે છે. વનને વિષે જઈ, રાજાપ્રમુખ અશ્વારોએ, શત્રુના કિલ્લાની જેમ, એ હસ્તિને ઘેરી લીધો. પછી ઘડીમાં એને ફોસલાવીને અને ઘડીમાં તર્જના કરીને કામ લેવા માંડ્યું; કારણકે કાર્યમાત્ર ભક્તિ અને શક્તિ
૧૭૬
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૨)