________________
ગણિકાએ એનો બહિષ્કાર કરીને જે દુ:ખ દીધું હતું તે ન સંભારતાં એણે મૃદુતાભરી વાણીથી ઉત્તર આપ્યો; –હે દાસી ! તમોને સર્વને ઓળખ્યાં ! તમારું આચરણ જાણ્યું ! તમારો વૈભવ ઘણો જોયો ! અને તમારું મિષ્ટાન્ન પણ ઘણું જમ્યો ! હે ભદ્રે ! પોતાનું ભલું ઈચ્છનારા વિદ્વાન પુરુષોએ, વિષવૃક્ષની છાયાની જેમ, તમારી છાયાનો પણ વિશ્વાસ કરવો યોગ્ય નથી. એક વૃક્ષને જેમ પાદથી શીર્ષ પર્યન્ત ઘટ ભરી ભરીને જળથી સિંચન કરવામાં આવે છે તેમ તમે પણ મને ઉદરપૂર્ણ ભોજન કરાવતા હતા એ વાતનું શું મને સ્મરણ નથી ? “ઉગ્રભોગવાળી, વક્રગતિવાળી, અધમોત્તમ વિલાસવડે પુષકોનું ભક્ષણ કરનારી, સદાચરણહીન અને શરીરમાં જ મૃદુતાવાળી–એવી દ્વિજિહ સર્પિણી સમાન વેશ્યાનો કોણ વિશ્વાસ કરે ? દાસીએ સાંભળીને કહ્યું- હે ભાગ્યવાન ! તમે સત્ય કહો છો. પ્રાયે ગણિકાઓ આવી જ હોય છે. પરંતુ મારી સ્વામિની દેવદત્તા એવી નથી. કારણકે પાંચે આંગળીઓ કાંઈ સરખી નથી. એ સાંભળી કૃતપુયે પણ એની સાથેનો પૂર્વનો પ્રેમ સંભારી “ભલે એક ખુણે પડી ખાધા કરે” એમ ઈચ્છી દાસીને કહ્યું-જો તારી સ્વામિનીને ખરેખર મારી સાથે પ્રયોજન હોય તો અન્ય સર્વ વિચારણા પડતી મૂકીને સરલ પગલે, પોતે જ હાલી ચાલીને મારે ત્યાં આવે કારણકે નદી જ સમુદ્રને મળવા જાય છે, સમુદ્ર કંઈ નદીને મળવા જતો નથી.
ચેટીને કૃતપુણ્યનું કથન યોગ્ય લાગ્યું એટલે એણે કહ્યું ત્યારે તમે મારી સ્વામિનીને એક જુદો વિશાળ આવાસ આપો કે જેથી એ પોતાના પરિવાર સહિત ત્યાં આવીને રહે. દાસીની આ માગણી યોગ્ય લાગવાથી કૃતપુણ્ય પણ પોતાના મંદિરની નિકટમાં એને તત્ક્ષણ એક ગૃહ અપાવ્યું. કારણકે એના જેવા સહસ્ત્ર ગામના અધિપતિને હવે કંઈ ન્યૂનતા નહોતી. પછી ગણિકા પણ પોતાના પરિવાર સહિત ત્યાં રહેવા આવી; કર્મ બંધાતા જાય છે તેમ તેમ એની સજાતિ પ્રકૃતિ એની સાથે મળી જાય છે એમ.
૧. ભયંકર ફણા; અતિશય ભોગવિલાસ. ૨. વાંકીચૂંકી ચાલવાળી; માયા કપટવાળી. ૩. પુરુષ જાતિના મૂષક (ઉંદર); પુરુષરૂપી મૂષક. ૪. સર્પને બે જીવ્હા હોય છે માટે દ્વિજીવ્હા; વેશ્યા અરસપરસ વિરુદ્ધ વચન બોલે છે માટે દ્વિજીવ્હા. અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ નવમો)
૧૮૫