________________
રહ્યું. તેથી કેશુડાને પુષ્પ આવ્યાં; અને તે ચોતરફ ફાલ્યું-તે જાણે એના જેવો ક્રોધાવિષ્ટ બ્રાહ્મણ વળી હજુ પણ કંઈ વિશેષ અનિષ્ટ કરશે એવા ભયથી જ હોય નહીં !
આ વાત કહીને મહાવત હસ્તિપાલકને સમજાવે છે કે, હે મિત્ર ! આમ જ દુરાગ્રહી સ્ત્રીનો કઠોર સ્વભાવ પણ સુધારી શકાય છે. માટે જો એ હોંશથી પથ્યનું અનુપાલન ન કરે તો પછી તારે તારું હિત સાચવવું. આ સકળ વિશ્વ પોતાનું હિત સમજનાર અને કરનાર પ્રાણીને જ સર્વત્ર સન્માન આપે છે; જેવી રીતે બ્રહ્મદત્ત ચક્રવર્તીએ સુવર્ણની માળા વડે અજ એટલે બકરાનું સન્માન કર્યું હતું તેમ. - હસ્તિપાલકે પૂછ્યું- હે મિત્ર ! આ કાંઈ વિશેષ રમણીય દષ્ટાંત લાગે છે. તો એ શું છે ? એ બ્રહ્મદત્ત કોણ હતો ? એનું વૃત્તાંત સાંભળવાની મારી ઈચ્છા છે.
મહાવતે ઉત્તર આપ્યો-ભાઈ ! જો તારી એવી ઈચ્છા હોય તો કહી સંભળાવું. ઉત્કંઠા કે જિજ્ઞાસા હોય એવાને “મહાભારતની કથા પણ સંભળાવવી જોઈએ. ત્યારે આવી એક નાનીશી કથાની તો વાત જ શી ? સાંભળ.
બ્રહ્મદત્ત ચક્રવર્તીની કથા. સર્વ દેશોથી અધિક “પંચાલ” નામે વિખ્યાત દેશ છે. ત્યાં કીડીઓના નગરની જેમ નિરંતર અનેક વણજારાઓના કાફલા આવ-જાવ કર્યા કરે છે. અન્ય દેશથી અહીં આવેલ બહુ બહુ વ્યાપારીઓ દ્રવ્ય મેળવીને હર્ષ સહિત ઘેર જાય છે; ચતુર સેવકવાળા વાદીની જેમ.
એ પંચાલ દેશમાં રન, સુવર્ણ ઈત્યાદિનું ધામ એવું કાંપીલ્યપુર નામનું પ્રખ્યાતનગર છે. તે શેષનાગની પેઠે શુભશાલવલયથી સુરક્ષિત
૧. કાયદાની કોર્ટમાં “વાદી” અને “પ્રતિવાદી' હોય છે. તેમાંનો આ “વાદી’ Plaintiff. સેવક-મુનિમ જો ચતુર હોય તો વાદી-શેઠ કોર્ટમાં પ્રતિવાદી પાસેથી પોતાનું લેણું દ્રવ્ય લઈને ઘેર જાય છે. ૨. શેષનાગ પોતાની શુભ દેદિપ્યમાન, શાળ-વિશાળ, વલય-ફણાને લીધે સુરક્ષિત. નગર શ્વેતશાળના વૃક્ષોની વાડથી સુરક્ષિત. અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ છઠ્ઠ)