________________
બ્રાહ્મણ અને કિશુંકવૃક્ષની કથા. ઉત્તર દિશાને પંથે વિચરતા કોઈ બ્રાહ્મણે માર્ગમાં એક કેશુડાનું વૃક્ષ દીધું. એ જોઈને એના પુષ્પમાં રહેલા રાગને લીધે જ જાણે એને એના પર રાગ થયો. આ વૃક્ષના પુષ્પો સદા પારાગ મણિની જેવાં શોભે છે માટે હું એનું બીજ મારા દેશમાં લઇ જાઉં કે જેથી ત્યાં પણ આવે કેશુડા ઉગે-એમ વિચારી એ બ્રાહ્મણ એનું બીજ ઘેર લેતો આવ્યો અને હોંશે વાડીમાં વાવ્યું. ખરું જ કહ્યું છે કે પ્રાણીઓ ખરા ધર્મકાર્યો ત્યજી દઈને નિરંતર અન્યત્ર વૃથા ઉધમ કરે છે. બ્રાહ્મણ તો અન્ય સર્વ કામધંધો ત્યજી દઈને એ બીજાને હંમેશા જળસિંચન કરવા લાગ્યો. ખરું તો એ હતું કે એણે શ્રી જિનભગવાનનો સદા સ્નાત્રાભિષેક કરવો જોઈ તો હતોએથી જ નિશ્ચયે એના મનોરથ સિદ્ધ થાત. હવે સ્વચ્છ, શીતળ અને મિષ્ટ જળવડે સિંચાયા કર્યાથી એ બીજમાંથી મનહર પલ્લવ, અંકુર અને પત્ર પ્રગટી નીકળ્યાં. આમ બ્રાહ્મણના મનોરથની સાથે એ વૃક્ષ વૃદ્ધિ પામવા લાગ્યું; અને બાગના અન્ય વૃક્ષોની શોભામાં પણ વધારો થયો. એનું સૌંદર્ય જોઈને બેવડા હર્ષ સહિત નીહાળ્યા કરતો બ્રાહ્મણ “એને પુષ્પ આપશે.” એવી આશાએ વિશેષ વિશેષ જળસિંચન કરવા લાગ્યો.
પણ હે મિત્ર ! એ વૃક્ષનું મૂળ અતિ જળસિંચનને લીધે બહુ સ્નિગ્ધ થઈ જવાથી વડના વૃક્ષની જેમ એને પુષ્પ ન આવ્યાં. આથી તો એ બ્રાહ્મણની સર્વત્ર નિંદા થઈ અને એને ક્રોધ પણ ચઢ્યો. કારણકે બ્રાહ્મણને એ એવી ક્રોધરૂપી પીડા વહોરવા બજારમાં જવું પડતું નથી ! એણે વિચાર્યું–આ વૃક્ષના મૂળમાં જળ સિંચી સિંચીને મેં ખરેખર દુ:ખનો ભાર જ ઉપાર્જન કર્યો છે. માટે હવે તો એને બાળી જ નાખું. કારણકે “ગોળ ખાય તે ચોકડા પણ ખમે.” એમ ક્રોધાધીન થઈને એણે પોતાનો સાક્ષાત્ કોપજ હોય નહીં એવો દેદિપ્યમાન અગ્નિ એ વૃક્ષના મૂળમાં મૂક્યો. એટલે તો, અત્યાર સુધી પુષ્કળ જળસિંચનથી ભેજભેજ થઈ રહ્યો હતો એ આ અગ્નિથી દૂર થયો અને ત્યાં ઋક્ષતા-કોરાડું થઈ
૧. રંગ. ૨. સ્નેહ-પ્રેમ.
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૨)