________________
૫૪. ૧૦. લક્ષ્મીરૂપી ચિત્રાવેલી. આની જગ્યાએ “મર્કટી વનસ્પતિ (કૌચાં)” એમ વાંચવું. એના સ્પર્શથી કંચન એટલે ખરજ બહુ થાય છે, માટે એ જાય એટલે દુઃખ ટળે ને સુખ થાય.
૫૬. ૨૧. સુભાષિત. સુંદર શબ્દ રચનાવાળું ભાષણ; વિદ્યા. ૫૭. ૨૦. ઈન્દ્રધ્વજની પૂજા. ઈન્દ્રધ્વજની પૂજા કાર્તિકી પૂર્ણિમાએ થતી કહેવાય છે.
૬૧. ૧૦. અશાતાવેદનીય કર્મ. જે કર્મ વેદતાં અશાતા-દુઃખ ઉપજે એવાં. (એથી વિરૂદ્ધ શાતાવેદનીય.)
૬૨. ૧૭. વંશજાળ. વાંસનું ગીચવન.
અગાધ. પ્રવેશ ન થઈ શકે એવું સમજી ન શકાય એવું. ૬૫. ૪. વ્રજ. ગામડું.
૬૭. ૧૬. જરાકુમારને હાથે. ઈત્યાદિ. આ વાત એમ છે કે દ્વારિકાદહન સમયે વનમાં ચાલી નીકળેલા વિષ્ણુ-કૃષ્ણ (‘વિષ્ણુ કુમાર’ નહીં) કોઈ સ્થળે બેઠા હશે ત્યાં મૃગયાર્થે ફરતા એમના સાવકા ભાઈ જરાકુમારે એમને દૂરથી ભૂલમાં પશુ ધારીને એમના તરફ તીર ફેંક્યું-એ તીરે કૃષ્ણના પ્રાણ લીધા.
૬૯. ૧૬. મરકી દુષ્કાળ આદિ સંકટો. આને સ્થાને, (મૂળમાં કવિએ આણેલો અલંકાર ભાષાન્તરમાં પણ આવવો જોઈએ એ હેતુએ) ‘મરકી દુષ્કાળાદિ-રૂપ ઈતિઓ' એમ જોઈએ. સ્ત્રીઓ વિનાનાં ગૃહને ધન્ય, એમ (સ્ત્રીલિંગવાચી) ‘ઇતિઓ' વિનાનાં દેશને ધન્ય. (અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, તીડ, મૂષક, પોપટ અને પરરાજ્યનું આક્રમણ-આ છ ‘ઈતિઓ’ -દેશના સંકટો કહેવાય છે.)
૬૯. ૧૮. સ્ત્રીને કારણે. સ્ત્રીને પીડારૂપ માનીને શુકન જોવા પણ ઊભા રહ્યા વિના સંસારમાંથી ચાલી નીકળ્યા છે.
૭૧. ૨૩. એકવર્ણનું છતાં ચારવર્ણોથી શોભતું. ગામ એક વર્ણનું છતાં બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર-આમ ચાર વર્ણ-જાતિવાળું, એ વિરોધ. એ શમાવવા ‘એક વર્ણનું'નો અર્થ ‘એક રંગનું-એકજ અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (પરિશિષ્ટ-ટિપ્પણી-શુદ્ધિપત્રક)
૨૩૧