________________
૪૩. ૧૧. આર્તધ્યાન. ધ્યાન ચાર પ્રકારના હોય. (૧) ધર્મધ્યાન (૨) શુક્લ ધ્યાન (ઉપાધિરહિત-નિર્મળ ચિત્તવાળાનું ધ્યાન.) (૩) આર્તધ્યાન (દુ:ખ આવી પડે ત્યારે ચિંતવન થાય તે.) (૪) રૌદ્રધ્યાન (ક્રોધ થયો હોય તે વખતે ચિંતવન થાય તે.)
૪૩. ૧૯. ઈહાપોહ. અ। શબ્દ ‘ઊહાપોહ' એમ જોઈએ. અમુક વાતનો નિશ્ચય કરવા માટે, તરફેણની અને વિરુદ્ધની દલીલોથી પૂર્ણ વિચાર કરી જોવો એનું નામ ‘ઊહાપોહ.'
૪૬. ૧૨. ગલોફાં... ઈત્યાદિ. જેમ ગલોફાં કાણાં હોય ને ખાવું અશક્ય છે તેમ, તારા સ્વાધીનમાં છતાં હાર ગુમ થવો અશક્ય છે.
૪૬. ૧૫. ધ્વનિ કાવ્ય. કાવ્યના ત્રણ મુખ્ય પ્રકારમાનું સૌથી પ્રથમ અને ઉત્તમ પ્રકારનું કાવ્ય (બીજું અને ત્રીજું ચિત્રકાવ્ય છે.) ૪૭. ૧૫. સ્થિરતાને માટે. પોતામાં સ્થિરતા લાવવા માટે.
તુલના. માપ કાઢવું; અજમાયશ કરવી.
૪૮. ૧૭. અભિષેક. રાજાને રાજ્યારોહણ પ્રસંગે, કે ધર્માધ્યક્ષ આદિને મહાન પદવી આપવાને સમયે કરવામાં આવતો ઉત્તમ દ્રવ્યયુક્ત જળનો અભિષેક.
૪૮. ૨૪. જિનકલ્પ. જિનભગવાનના આચાર-રહેણી કરણી. એ આચાર-કરણીનું અનુપાલન કરવાનો દૃઢપણે સ્વીકાર કરનાર સાધુ ‘જિનકલ્પી' કહેવાય.
૫૦. ૬. દુષ્ટલક્ષણવાળો અશ્વ ઈત્યાદિ. દુર્લક્ષણોવાળાં અશ્વાદિક પશુઓ માલિકનું અરિષ્ટ કરનારાં કહેવાય છે.
૫૦. ૯. પ્રમાર્જન, ક્ષૌરકળા, ચંદ્રમાની જ્યોત્સના. આની જગ્યાએ 'ક્ષૌર, ચંદ્રમાની કળા' એમ વાંચવું.
૨૩૦
૫૦. ૨૪. રહ્યો છતાં. અહીં ‘રહ્યો છતો' વાંચવું. ૫૧. ૮. ખડ્ગ પંજર. ખડ્ગ રાખવાનું મ્યાન-કોશ. ૫૩. ૯. વૈતરણી. એ નામની નરકમાં આવેલી નદી.
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૨)