________________
૩૫. ૧૬. ઘાતિ કર્મ. કર્મના આઠ પ્રકાર છે. જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય, અંતરાય, વેદનીય, આયુષ્ય, ગોત્ર અને નામ. આમાંના પહેલાં ચાર ‘ઘાતિ કર્મ' કહેવાય છે; કેમકે એઓ આત્માના જ્ઞાન, દર્શન આદિ ગુણોનો ઘાત કરનારા છે. (કેવળજ્ઞાન થવા દેતા નથી.)
૩૬. ૨૦. વિપરીત શિક્ષિત અશ્વ. લગામ ખેંચી ઊભો રાખવાનું કરીએ ત્યાં ઊલટો વેગસહિત દોડ્યો જાય, ને લગામ ઢીલી મૂકીને ‘ચાલવાનું' કહેતાં ઊલટો ઊભો રહે-એવા ઊલટા-વિપરીત-વર્તનવાળો
અશ્વ.
૩૭. ૧૧. પર્યાય. સમાનાર્થ વાચક શબ્દ. Synonym.
૩૭. ૧૫. જીવનાં પુદ્ગલોને. અહીં ‘જીવ તથા પુદ્ગલોને' એમ વાંચવું. (ધર્માસ્તિકાયને લીધે જ જીવ અને પુદ્ગલ એક સ્થાનેથી અન્ય સ્થાને જઈ-આવી-કરી શકે છે.)
૩૮. ૬. યશઃપ્રશસ્તિ. યશના વર્ણનવાળી કાવ્ય પંક્તિઓ. ભૂરા આકાશમાંની શ્વેત બગલીઓ-તે જાણે રાજાએ શીલા પર ભીલની પ્રશંસાનું કાવ્ય લખાવ્યું હોય તેની પંક્તિઓ હોય નહીં ! આકાશ ભૂરું હોય તેમ શીલા પણ પ્રાયઃ ભૂરી હોય, અને બગલીઓ શ્વેત તેમ શીલા પરના અક્ષર પણ શ્વેત. (ભૂરી ભૂમિ પર શ્વેત વર્ણ જ ઊઠી નીકળે માટે શ્વેત રંગથી અક્ષરો લખાવ્યા હોય.)
૩૮. ૮. ઘોર વાયુની કુક્ષિને વિષે. પૃથ્વીની ચોતરફ ઘન વાયુ રહેલ છે-માટે એમ કહ્યું.
સર્ગ સાતમો
૪૧. ૧. સમકિત. તીર્થંકરમહારાજાએ કહેલા તત્ત્વો પર સ્વાભાવિક રીતે અથવા ગુરુના ઉપદેશથી થયેલ શ્રદ્ધા-એનું નામ સમકિત-સમ્યક્ત્વ. ૪૧. ૫. દર્દુરાંક દેવે આપેલો હાર. આના સંબંધ માટે જુઓ આ ચરિત્રનો પ્રથમ ભાગ સર્ગ ૫. પૃષ્ઠ ૨૫૭.
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (પરિશિષ્ટ-ટિપ્પણી-શુદ્ધિપત્રક)
૨૨૯