________________
સાલંકારા, રસ-સ્કૃષ્ટા, નિત્ય છંદોનુવર્તી’, સદ્વર્ણશાળી’, નિર્દોષ", અને ગુણવૃદ્ધિથી સમન્વિત, એવી પોતાની પત્નીને વિસરી ગયો. જેવી રીતે અગણિત પુરુષોના ગમનાગમનથી નિર્લજ્જ વેશ્યાઓનું ઘરનું આંગણું ઘસાઈ જાય છે તેવી જ રીતે જાર પુરષોથી ઘસાઈ એઓ (વેશ્યાઓ) નદીગોલક ન્યાયે વિવિધ આકાર ધારણ કરે છે. પછી એઓ શબ્દચાતુર્યવસ્ત્રાલંકાર-હાસ્યવિનોદ અને કટાક્ષબાણ આદિથી પુરુષોને મોહ પમાડે છે. પણ ઘરની સ્ત્રી અન્ય પુરુષનો સમાગમ પણ ન રાખનારી, લાજ કાઢીને ચાલનારી, મર્યાદા અને શીલગુણે શોભતી છતાં કુવાના દેડકા જેવી હોય છે માટે એ બુદ્ધિશાળી હોય તો પણ વેશ્યાની જેવું પતિમનરંજન કરતાં એમને આવડતું નથી.
પછી એ કૃતપુણ્ય તો વારાંગનાના પાશમાં સજ્જડ ફસાયો એથી, મસ્ય જેમ જળાશય ત્યજી શકતું નથી એમ, એનું ઘર ક્ષણવાર પણ છોડી શક્યો નહીં. તેથી સાર્થવાહ પુત્રસ્નેહને લીધે હર્ષસહિત વેશ્યાને ત્યાં નિરંતર દ્રવ્ય મોકલતો રહ્યો. આહા ! શી પ્રેમઘેલછા ! કપુરથી શરૂ કરીને લવણપર્યન્ત જે જે જોઈએ તે તે સર્વ પોતે એક અવર કલ્પવૃક્ષા હોય નહીં એમ પૂરવા લાગ્યો. અથવા તો એમ જ કહ્યું છે કે-વેપારમાં લે વેચ કરીને, શિલ્પીનો ધંધો કરીને, પારકી સેવાચાકરી કરીને, કે શસ્ત્રાદિથી યુદ્ધ કરીને પણ ઉપાર્જન કરેલું ધન બધું અંતે સ્ત્રીમાં ડુબે છે–જાય છેતે અસત્ય વાર્તા નથી.
વાત આમ બની રહી છે એવામાં એકદા કૃતપુણ્યના માતાપિતા
૧ થી ૬. આ સર્વ વિશેષણો “શાસ્ત્રપંક્તિ' અને “પત્ની' બંનેની સાથે લેવાનાં છે. પત્ની પક્ષે ૧=અલંકાર પહેરેલા; ૨=રસિક; ૩=(પતિની) ઈચ્છાને અનુકૂળ. ૪=સૌંદર્યવાન; પરદૂષણ વિનાની; ૬-ગુણની વૃદ્ધિ અનેકગુણવાળી. “શાસ્ત્રપંક્તિ' પક્ષે ૧=શબ્દાલંકાર-Figures of speech-યુક્ત; ૨=નવ રસ કહેવાય છે તેમાના એકાએક રસયુક્ત; ૩=અર્થને અનુસારનારી; ૪=સાર શબ્દો વાળી; પારસદોષ, વાક્યદોષ, અર્થ દોષ આદિમાં કોઈપણ દોષ વિનાની; ૬ વ્યાકરણમાં “ગુણ” અને “વૃદ્ધિ' કહેવાય છે એ બંને વાનાંથી યુક્ત. ૭. નદીમાં રહેલા પત્થરો નિત્ય ઘસાઈ ઘસાઈને નવનવીન આકૃતિ ધારણ કરે છે તેમ.
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ નવમો)
૧પ૯