________________
રાચી રહેલા આવા નરપતિઓને પણ લોકનિંદાનો ભય હોય છે. પછી એણે અભયકુમારને કહ્યું કે જેવી રીતે સીત્તેર પ્રધાનની વાર્તા કહેનારા ચતુર પોપટને એક બિલાડી ઉપાડી ગઈ કહેવાય છે તેવી રીતે તમારા જેવા મહાબુદ્ધિશાળીને આ વારાંગના ઉપાડી લાવી છે.
પછી અભયકુમારે પણ એને સામો જવાબ આપ્યો કે “હે રાજાધિરાજ ! આપની વાત શી કરવી ? વિચક્ષણ પુરુષોએ પણ શાસ્ત્રમાં
ક્યાંયે દીઠી નથી એવી આ અપૂર્વ અને ઉત્તમ નીતિ આવા વિષમ સમયને વિષે આપના સિવાય અન્ય કોઈની ન ચાલે ! આપના જેવાનું જ એવું અપૂર્વ ચાતુર્ય અને ઉત્તમ રાજધર્મને જોઈને મૃગપતિ-સિંહ વનને વિષે અને ધર્મરાજા દિગંત વિષે જતા રહ્યા છે ! વળી આપની સભામાં આ વારાંગના જેવા રાજ્યકાર્યની ચિંતા કરનારા કાર્યભારીઓ છે ત્યાં પછી આપને વિષે શું અસંભવિત હોય ? આપનામાં શું અધરું હોય ? આ પ્રમાણે કટાક્ષનાં વચનો સંભળાવીને અભયકુમારે એનો પૂરો ઉપહાસ કર્યો કારણકે બંધનમાં હોય છતાં પણ સિંહ તે સિંહ જ છે.”
અભયકુમારના એવાં પોતાના ઉપહાસરૂપ વચનો સાંભળી પ્રદ્યોતન રાજા બહુ શરમાયો અને ક્રોધાયમાન થયો; અને તેથી એણે એને એક રાજકીરની પેઠે કાષ્ટના પાંજરામાં પૂર્યો.
પછી શિવાદેવીએ પૂર્વે એક વિદ્યાધરની પુત્રી અભયકુમારને આપી હતી તેનું રાજગૃહ નગરીથી અહીં (ઉજ્જયિનીમાં) કેવી રીતે આવવું થયું તે વાત હવે એકચિત્તે શ્રવણ કરો. ઉત્તમશીલ આદિ અંતર્ગુણો અને રૂપસૌંદર્ય આદિ બ્રાહ્મગુણોને લીધે એ શ્રેણિકપુત્ર-અભયકુમારને સર્વ સ્ત્રીઓને વિષે સૌથી અધિક પ્રિય થઈ પડી હતી. કારણકે ઉત્તમ પાણીદાર મોતીઓની માળા શું મનુષ્યોના હૃદય પર સ્થાન નથી મેળવતી ?
એવામાં વાત એમ બની કે એના પર પતિનો અધિક પ્રેમ જોઈને એની સપત્નીઓને બહુ ઈર્ષ્યા આવી. અથવા તો એક રાજા કે ગૃહસ્થ આદિની અનેક સ્ત્રીઓને વિષે પરસ્પર વૈરભાવ સ્વાભાવિક રીતે હોય છે જ એમાં કાંઈ આશ્ચર્ય નથી. એને અભયકુમાર વસ્ત્ર-અલંકાર-વિલેપનમિષ્ટ વચનો-તાંબુલ-પુષ્પ આદિ આપી એના સન્માનમાં સદૈવ વૃદ્ધિ કરતો. અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ આઠમો)
૧૧૭