________________
તે પરથી “બંધુજનો આપણે માથે લેશ પણ અપવાદ ન મૂકી શકે એવી રીતે આપણે કોઈ એવી યુક્તિ કરીએ કે જેથી આપણા સ્વામી અભયકુમારને એના પ્રત્યે વિરક્ત ભાવ (અણગમો-દ્વેષ) થાય; કારણકે વિષને ચઢવા દીધા પહેલાં જ (એનું) નિવારણ કરવું જોઈએ- “આમ વિચારી એની સર્વ સપત્નીઓએ પોતાની ચતુર દાસીઓની મારફત વસ્ત્રાદિક અનેક વસ્તુઓ આપી, મેલી વિદ્યાઓની જાણકાર, શક્તિવાળી કોઈ માંતગીઓને પોતાના હેતુની સિદ્ધિને અર્થે રોકી. કહેવાય છે કે ગરજે ગધેડાને પણ કાકો કહેવો પડે છે.”
એ માતંગીઓએ પેલી દાસીઓને વિનયપૂર્વક કહ્યું–તમારી બાઈઓએ અમને આજે બહુ દિવસે યાદ કરીને અમારા મહાભાગ્યે અમને ઉચિત માન આપ્યું છે. કારણકે અલ્પપુણ્યવાળાને મોટા માણસોની ચાકરી પણ દુર્લભ છે. પછી દાસીઓએ એમને પોતાની બાઈઓની શોક્ય જે વિદ્યાધરપુત્રી હતી. તેના સંબંધી સ્વરૂપ સમજાવીને કહ્યું–તમે તમારી વિદ્યાના બળથી કંઈ એવી યુકિત કરો કે જેથી એના પરથી એના સ્વામીનો પ્રેમ ઊઠી જાય. એ સ્વામીને પોતાને વશ રાખીને પોતાની શોક્યોને દુ:ખ દે છે. સ્ત્રીઓને પતિ છે એ જ સર્વસ્વ છે તો એ જ્યારે પરવશ હોય ત્યારે સુખ ક્યાંથી હોય ? તમારામાં મંત્ર તંત્ર આદિ કુશળતા રહેલી છે માટે તમે એ કાર્યમાં જરૂર સફળ થશો. એ સાંભળી માતંગીઓએ “એનું અમે પૂરેપૂરું ઓસડ કરશું.” એમ કહીને એમને રાજી કરી વિદાય લીધી.
પછી એ માંતગીઓએ પ્રથમ કાર્ય એ કર્યું કે, આખા નગરને વિષે, મનુષ્યના હૃદયમાંથી દયામાત્રનો લોપ કરનારી એવી મરકીનો ઉપદ્રવ ઉત્પન્ન કર્યો. ધિક્કાર છે એમને કે આવા એક ક્ષણભંગુર-નશ્વર દેહને માટે એમણે અનેક પાપ કાર્યોનો આરંભ કર્યો !) પોતાના નગરને વિષે એ મરકીનો ઉપદ્રવ શરૂ થયેલો જોઈને અભયકુમારે, પેલી મનમાં હર્ષઘેલી, થયેલી માતંગીઓને બોલાવી પૂછ્યું-આ મરકી ઉત્પન્ન થવાનું શું કારણ છે તે તમે શોધી કાઢીને કહો; કારણકે તમે એ સઘળું જાણો છો. એ પરથી એમણે કહ્યું- હે રાજપુત્ર ! અમે નીચ જાતિ એમાં શું જાણીએ ? પરંતુ આપ અમારા પૂજ્ય હોઈ અમારી સંભાવના કરો છો તેથી અમે કહી
૧૧૮
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૨)