________________
સૂવરાવ્યો અને પોતાના સેવકવર્ગ સંગાથે પ્રધોતનરાજાના નગરભણી એકદમ ચલાવી દીધો. જુઓ. પાપિષ્ઠજનોના મનોરથરૂપી વૃક્ષો પણ કેવાં ફળે છે !
(હવે અહીં રાજમહેલમાં અભયકુમારની બહુ વખત સુધી ગેરહાજરી જોઈ) શ્રેણિકરાજાએ એને શોધવા નગરમાં ચોતરફ માણસો મોકલ્યા એઓ તુરત જ પેલી દુષ્ટાને ત્યાં આવ્યા. કારણકે એવો રીવાજ છે કે ખોવાયેલી વસ્તુ માટે પહેલ વહેલો એનો જ્યાં હોવાનો વિશેષ સંભવ હોય છે ત્યાં જ તપાસ કરવામાં આવે છે. માણસોએ પૂછ્યું-માતુશ્રી ! રાજપુત્રા અત્રે પધાર્યા છે કે ? ઉત્તરમાં પેલી દુષ્ટાએ કહ્યું-પધાર્યા હતા પરંતુ તરતા જ ઉતાવળે પાછા ગયા છે; કારણકે એમના જેવા જો કોઈ સ્થળે વિશેષ વખત સ્થિત થઈને રહે તો રાજ્યના કાર્ય બગડી જાય છે. માણસોએ વિચાર્યું કે આવી બારવ્રતધારી શ્રાવિકા અસત્ય વાત કહે નહીં એટલે એના વચન પર વિશ્વાસ રાખી અન્યત્ર શોધવા ગયા. (ખરેખર માયા પ્રપંચથી પૂરા ભરેલા મનુષ્યો સારા જગતને છેતરી શકે છે.)
હવે એ વેષધારી સુશ્રાવિકા બનેલી વેશ્યાએ વિચાર કર્યો કે જો હું વિશેષ વખત અહીં રહીશ તો કદાચ દૈવયોગે સર્વ વાત ખુલ્લી પડી જશે. માટે આજે જ ભદ્રા તિથિ છે એમાં હવે અહીંથી જતા રહેવું સારું છે. એમ ધારી પોતાના સુંદર રથને વિષે બેસી ઘર તરફ પ્રયાણ કરી ગઈ. પ્રથમથી તૈયાર રાખેલા અનેક વાહનોની સહાયથી એ કપટજાળથી ભરેલી. વેશ્યાએ અભયકુમારને ઉજ્જયિની નગરીમાં લાવી અત્યંત હર્ષ સહિત પ્રદ્યોતનરાજાને સોંપ્યો; અને કેવી ચતુરાઈથી પોતે એને પાશમાં નાખી બાંધી લાવી એનો સવિસ્તર વૃત્તાંત એને કહી બતાવ્યો. (એક કુતરી પણ. શું રોટલાના કટકા માટે પોતાના ધણી પાસે પુછડી હલાવી હર્ષ નથી. બતાવતી ?) પણ એ મહીપતિએ તો એને કહ્યું કે-હે ચતુરા ! તું એને ધર્મકપટ કરીને બાંધી લાવી એ ઉચિત નથી કર્યું. અથવા તો અભિમાનમાં
૧. સારો દિવસ. શુકલપક્ષની બીજ, સાતમ અને બારશ ભદ્રાતિથિ કહેવાય છે. (એજ પ્રમાણે ચતુર્થી, નવમી અને ચતુર્દશી રિક્તાતિથિ કહેવાય છે એ સારી નહીં.)
૧૧૬
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૨)