________________
એક પુત્ર થયો-તે હું. મારે અતિશય પુણ્યવતી-રૂપવતી અને બુદ્ધિમતી એવી શ્રીમતી નામે સ્ત્રી હતી. એનો મારા પર કોઈ લોકોત્તર એટલે અસાધારણ સ્નેહ હતો. તે શાંતિસ્નાત્રના જળની જેમ મારા ચરણામૃતનું પાન કરતી. મારે હાથે એનું કંઈ અપ્રિય થતું તો પણ તે પોતાનો વિનય કે મર્યાદા ત્યજતી નહીં અમારા આસન, ભોજન ને શયન એકસરખાં સાથે જ થતાં. મારી પત્નીને હું કેવળ અમૃતમય ને કેવળ કલ્યાણમય માનતો. આમ કેટલોક કાળ ગયો.
એકદા મારી સ્ત્રીએ મને કહ્યું-મારે મૃગપુચ્છનું માંસ ખાવાની ઈચ્છા થઈ છે. કહ્યું છે કે “નવી વસ્તુનું કોને મન થતું નથી ?” મેં એને કહ્યુંહે કમળાક્ષી ! એ મૃગપુચ્છ ક્યાં મળશે તે કહે તો હું લાવી દઉં. એણે ઉત્તર આપ્યો કે-નાથ ! એ રાજગૃહ નગરમાં શ્રેણિક રાજાના મહેલમાં છે. એ કોઈ બજાર કે ચૌટામાં મળી શકે એમ નથી. એ પરથી હે મંત્રીશ્વર ! હું તમારા નગર ભણી ચાલી નીકળ્યો. ખરું છે કે પ્રાણીઓને સાધારણ રીતે કંઈ મિષ વિના પરદેશ જોવાનુ બનતું નથી. પછી હું અહીં પહોંચ્યો એટલે બહારના કોઈ બગીચાને વિષે શીતળ છાયાવાળા વૃક્ષની નીચે વિસામો લેવા બેઠો; તે જાણે અરણ્યવાસનો અગાઉથી જ અનુભવ લેવાને માટે હોય નહીં !
આ સમયે નગરમાં કોઈ મહોત્સવ હશે તેથી ત્યાંની વારાંગનાઓ વસ્ત્રાભૂષણ સજીને નગરની બહાર આવી હતી; અને વ્યભિચારી પ્રમુખ અનેક પુરુષો પણ ક્રીડાર્થે ત્યાં આવતા હતા. કહ્યું છે કે વિદૂષક વિના નાટક હોય નહીં. બગીચામાં વિવિધ પ્રકારની ક્રીડા કરીને એ સ્ત્રીપુરુષો વળી જળક્રીડાને માટે એક તળાવડીમાં પેઠા. એટલે જળ અતિ વેગથી ઉછળવા લાગ્યા. ખરું છે કે અન્યથી પોતાનો પરાભવ થાય એ જળ(ડ)૧થી સહન થતું નથી. એ સ્ત્રીપુરુષો જળમાં ડૂબકી મારતાં હતાં અને
૧. સંસ્કૃતમાં ૬ અને હ્ર ને એક ગણ્યા છે તેથી નત ને સ્થાને નવુ વાંચતા, જડ એટલે અજ્ઞાન, મૂર્ખ. મૂર્ખ પરાભવ સહન ન કરતાં ઉછળી પડે છે. (અમૂર્ખ (સમજુ) હોય તે શાંત રહે છે.)
૮૨
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૨)