________________
આચાર્યના ચોથા શિષ્ય ચોવચ મુનિનું આત્મવૃત્તાંત.
ઉજ્જયિની નામે નગરી છે. તે સુરાગાર વિનાની હતી છતાં ત્યાં ઠામઠામ સુરાગાર નજરે પડતાં હતાં. ત્યાં પરચક્રનો પ્રવેશ નહોતો છતાં પરચક્ર પરિભ્રમણ કર્યા કરતું હતું. તે અખંડગુણપૂર્ણા છતાં ગુણખંડયુક્ત હતી. તે અલ્પવલણ વાળી છતાં બહુ લવણગુણે ભરેલી હતી; ચારે દિશામાં વિશાળ છતાં અનેક શાળાઓથી પૂર્ણ હતી; અને જળથી ભરપૂર છતાં અજળવ્યાપ્ત હતી.
એ નગરીમાં ઉત્તમ ગુણોનો ભંડાર એવો ધનદત્ત નામે એક શેઠ રહેતો હતો, તે નિરંતર વૂલલક્ષવાળો છતાં અ-સ્થલલક્ષ હતો. તેને સુભદ્રા નામે, નામ પ્રમાણે ગુણવાળી, પત્ની હતી. તે “હસ્તિની' એટલે હાથણીની પેઠે ૧°સ-દાના છતાં મદવિનાની હતી. એ બંને પોતાનો કુળાચાર પ્રીતિ સહિત આચરતા હતા. એમાં એમને કુળપરંપરાનો તંતુભૂત
૧. સુર-આગાર=દારૂના પીઠાં. ૨. સુર-આગાર=દેવમંદિર (આગારરસ્થાન) ૩. પર (શત્રુ) + ચક્ર (સૈન્ય)=શત્રુનું સૈન્ય. ૪. પર (ઉત્તમ) + ચક્ર = ઉત્તમ સૈન્ય (પોલિસફોજ પ્રજાના જાનમાલના રક્ષમ માટે ફર્યા કરતી હતી.)
પ. અખંડ (સર્વ) ગુણવાળી છતાં ગુણખંડ (ગુણના ખંડ-કટકો-લેશ-ભાગ) વાળી-એ વિરોધ. એ વિરોધને આમ શમાવવો;-અ નહીં, ખંડ ગુણા-થોડા ગુણવાળી,. અખંડગુણા=સર્વ ગુણવાળી. ગુણખંડ ગુણનો સમૂહ. ગુણખંડ યુક્તા=સર્વ ગુણ યુક્ત. “ખંડ” શબ્દના “અ૫ભાગ” અને “સમૂહ” એ બે જુદા જુદા અર્થ પર કવિએ અલંકાર રચ્યો છે. ઉપરના ત્રણે “વિરોધાભાસ” અલંકાર છે. ૬. આ પણ પ્રત્યક્ષ વિરોધ છે. એ વિરોધ પ્રથમના “લવણ” શબ્દનો અર્થ “મીઠું-નીમક” લઈને અને બીજા “લવણ” શબ્દનો અર્થ “સુંદર” લઈને શમાવવો. (લવણ-ગુણ લાવણ્ય.) ૮. વિશાળા (૧) શાળાઓ વિનાની. (૨) વિસ્તીર્ણ. ૯. અહીં પણ વિરોધાભાસ અલંકાર છે. તે વિરોધ આ પ્રમાણે શમાવવો; સંસ્કૃતમાં રત્નો: ૩યો: યતિ અજલ અજડ, જડ=મૂર્ખ, અજડ વિદ્વાન, માટે અજળવ્યાપ્ત વિદ્વાનોની ભરેલી.
૧૦. સ્થૂલક્ષણ (૧) ઉદાર સ્વભાવ, (૨) મંદબુદ્ધિ. ૬. દાન-(૧) કોઈને દાન આપવું તે (૨) હાથીના કુંભસ્થળમાંથી ઝરે છે તે-મદ. સ-દાના (મદઝરતી) છતાં મદ વિનાની-એ વિરોધ, પણ “સ-દાના” એટલે દાન દેતી છતાં મદ(=અહંકાર) વિનાનીએમ વિરોધ શમાવવો. ૧૧. ચારિત્ર-દીક્ષા લેવાનો હતો તે લીધા પહેલાં. અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ સાતમો)