SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ પાછાં બહાર નીકળી આવતાં હતાં તે પરથી જાણે એમ સૂચિત થતું હતું કે સંસારમાં પણ એમણે એવી જ રીતે કરેલ છે. ઉછળતા તરંગોવાળાએ નિર્મળ તળાવમાં વળી એઓ નૌકાની પેઠે તીરછી ડુબકી પણ મારતા હતા. આમ એઓ પાણી ડહોળતા હતા એટલે દીન ચક્રવાક આદિ પક્ષીઓને બહુ ત્રાસ થતો હતો. પણ જેમને જલ(ડ)નું “શરણ હોય એમને નિર્ભયતા ક્યાંથી હોય ? વળી એ જળમાં ક્રીડા કરતી સુંદરીઓનો કેશપાશ છૂટી જઈને આમ-તેમ હાલ્યા કરતા હતા તેથી એમના મુખ જાણે સુગંધને લીધે આકર્ષાઈ આવેલા ભ્રમરોવાળા કમળો હોય નહીં એમ દીસતું હતું. મુક્તાફળ-પ્રવાળા-વૈડુર્યમણિ અને સુવર્ણ આદિના આભૂષણોથી શોભી રહેલી એમની ભુજાઓ જાણે પુષ્પ-પલ્લવ-પત્ર અને ફળથી લચી રહેલી લતાઓ હોય નહીં એમ ભાસ થતો હતો. તળાવના જળ પણ એમનાં અંગપરના કુંકુમથી રંગાઈ ગયા; અથવા તો સ્ત્રીની સમીપમાં જળ-ડ ક્યાં સુધી વિરાગી રહી શકે ? " આ વારાંગનાઓમાં એક મગધસેના નામે અત્યંત સ્વરૂપવાના હતી; જાણે અપ્સરાઓમાં ઈન્દ્રાણી હોય તેવી. એ વખતે કોઈ યુવાન વિદ્યાધર આકાશમાર્ગે જતો હશે તે એને જોઈને મોહિત થયો; દીપકની શિખા તરફ એક પતંગીયું લલચાય છે તેમ. એટલે એણે પરિણામ વિચાર્યા વિના, રાવણ સીતાને ઉપાડી ગયો હતો તેમ, એને અદ્ધર ઉપાડી લીધી. એ જોઈને ત્યાં ક્રીડા કરતા સર્વ નરનારીઓમાં હાહાકાર થઈ રહ્યો કારણકે એમને એ સાકર ખાતા અંદર કાંકરો આવ્યા જેવું થયું. મગધસેના ૧. અનેક જન્મમરણ અનુભવ્યા છે. ૨. જળ=જડ; જડ એટલે મૂર્ખની સંગાથમાં ભય વિના બીજું શું હોય ? ૩. રૂપે રંગે કમળ જેવાં શોભીતાં એમનાં મુખ હતાં. (શરીરનાં કેટલાંક અંગોને કવિઓ કમળની ઉપમા આપે છે. જેમકે, મુખકમળ, હસ્તકમળ, પાદપંકજ (પાદકમળ.) ૪. આવા શરીરનાં વર્ણનમાં લતા શબ્દ કોમળતા સૂચક છે. “ભુજલતા” “દેહલતા” ઈત્યાદિ. ૫. રંગ (૧) રાગ-સ્નેહ-પ્રેમ (૨) રંગ, જળ રાગ (રંગ) વાળા થઈ ગયા તેમાં કંઈ આશ્ચર્ય નહોતું. જળજડ અજ્ઞાની જન સ્ત્રીની સમીપે રાગ (પ્રેમ)મય થઈ જ જાય છે. વિરાગી-રાગ વિના-પ્રેમલબ્ધ થયા વિના. અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ સાતમો)
SR No.022729
Book TitleAbhaykumar Mantrishwar Jivan Charitra Part 02
Original Sutra AuthorN/A
AuthorMotichand Oghavji, Satyasundarvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy