________________
સિંદુથી વિલિત કુંભસ્થળવાળા, અને તમાલપત્ર જેવા કૃષ્ણ શરીરવાળા હસ્તિઓ પણ રાજાની સાથે ચાલ્યા તે જાણે ઈન્દ્રમહારાજાએ પોતાના જ વાહનો જે-મેઘ-તેમને વિદ્યુત (વીજળી) સહવર્તમાન એને ત્યાં મોકલાવ્યા હોય નહીં !
ખગ-ધનુષ્ય-બાણ આદિ નાના પ્રકારના શસ્ત્રો ઉછાળતા એ રાજાના પાયદળને જોઈને જાણે યમરાજા “લોકોનો સંહાર કરતા મારા જેવાના પણ એઓ કદાચિત પ્રાણ લેશે.” એવા ભયથી જ જાણે અદશ્ય થઈ ગયો હોય નહીં ! અશ્વસૈન્ય તો તીક્ષ્ણ ખરીઓવડે પથ્થરવાળી ભૂમિમાં રહેલા શલ્યોને સમૂળ ખોદી કાઢ્યા તે જાણે ત્યાં ચક્રની અત્યંત તીક્ષ્ણ ધારવાળા રથોને તે ભૂમિને હળોવડે ખેડી હોય નહીં ! અશ્વોની પાછળ મંડૂકની જેમ પગલાં મૂકતા હસ્તિઓ ચાલતા હતા તેમના ગંડસ્થળમાંથી પુષ્કળ મદ ઝરતો હતો તે જાણે ભાદ્રપદના મેઘ વર્ષાદ વર્ષાવતા હોય નહીં ! એની પાછળ જથ્થાબંધ ધાન્યની ગુણોએ લીધેલાં ગાડાં બળદો ખેંચતા હતા એમાંથી ભૂમિ પર દાણા વેરાતા હતા તે જાણે ત્યાં સુખેથી ખેતી થતી હોય નહીં
સેનાના અશ્વોની ખરીઓના આઘાતથી ઊડેલી ધૂળે આખા સૈન્યને અંધ બનાવી દીધું, તે જાણે પોતાની સ્વામિની-સમસ્ત જગતના આશ્રયરૂપપૃથ્વીને એ સૈન્ય હેરાન કરવા માંડી માટે એ ધૂળને ક્રોધ ઉત્પન્ન થવાથી એમ કરતી હોય નહીં ! અત્યંત પ્રચંડ પવને ચોતરફ ઊંચે ઊડાડેલી ધૂળનો સમૂહ વળી આખા આકાશ-પ્રદેશને વિષે પણ વ્યાપી ગયો તે જાણે પૃથ્વીનું એકછત્ર રાજ્ય કરવાને માટે જ હોય નહીં ! વળી પાછળ પણ પોતાનું જ પૂર હોવાથી અત્યંત ઘટ્ટ થતી એ ધૂળે સૂર્ય અને ચંદ્રમા બંનેની પ્રકાશ આપનારી કાંતિને આચ્છાદન કરી નાંખી; અથવા તો નીચ હોય છે તે ઉચ્ચ થાય છે ત્યારે એવું જ કરે છે. એમાં કાંઈ આશ્ચર્ય જેવું નથી. એ ધૂળે વળી પર્વતોના શિખરોને, જળાશયોને તથા દિશાઓને પણ મલિન કરી નાખી; અથવા તો રજ (રજોગુણ) સ્ફટિક જેવા નિર્મળ જીવને પણ
૧. દેડકાં.
૧૦૨
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૨)