________________
આ મંદિરમાં 'ઉભયપ્રકારના અંધકારનો નાશ કરવાવાળી, જન્મમરણની વાસનાને મટાડનારી, દુર્ગતિરૂપી દુઃખ દૂર કરનારી અને એમ કરીને પ્રાંતે મોક્ષ સુખ આપનારી એવી જિનપ્રતિમા, પોતે ગર્ભગૃહવાસમુક્ત(ની) છતાં ગર્ભગૃહ મધ્યે રહેલી હતી ! વિસ્તારયુક્ત કિરણોવાળા સુવર્ણના દંડ અને કુંભવાળી દેવકુલિકાઓ પણ એ મંદિરની ચારે દિશામાં આવી રહેલી હતી. વિશેષ શું ? જાણે સ્વર્ગમાંથી પૃથ્વી પર સાક્ષાત્ દેવવિમાન જ ઊતરી આવ્યું હોય નહીં એમ તે લોકોના મનમાં ચિરકાળ ભાસ કરાવતું હતું.
એવા જિનમંદિરને વિષે પ્રવેશ કરીને એ ગણિકાએ ઉત્તમ નૈવેધ, પુષ્પ આદિ વડે જિનેશ્વરની ઉત્તમ રીતે ભક્તિ કરી ત્રણ મુદ્રા" યુક્ત સ્તુતિ કરવા માંડી, જાણે લોકોને મુદ્રિત કરવાને માટે જ હોય નહીં એમ. એ વખતે ભિન્ન ભિન્ન ગતિના જ્ઞાનવાળો અભયકુમાર પણ એક હાથીની જેમ ધીમી ડોલતી ગતિએ ચાલતો પોતાના અનેક પરિજનોના મોટા રસાલા સહિત ત્યાં દર્શન કરવા આવ્યો અથવા તો એવા મહાપુરુષો અન્ય અનેક પ્રવૃત્તિઓ છતાં પણ ધર્મકાર્ય કદિ પણ ચૂકતા નથી. ત્યાં ઊંચામાં ઊંચા વૈરાગ્યની સીમાએ પહોંચી હોય એવી રીતે સુમધુર કંઠે પ્રભુની સ્તુતિગાન કરતી એ વેશ્યા અને એની સાથેની બીજી બંને સ્ત્રીઓને દેખીને અંત:કરણને વિષે અત્યંત હર્ષ પામતો તર્ક કરવા લાગ્યો;- બે બાજુએ બે તરૂણ-સહીયરોની વચ્ચે રહીને, ઉત્કૃષ્ટ સંવેગને વશવર્તી ચૈત્યવંદન કરતી આ કોઈ સુશ્રાવિકા, ચિત્રા અને સ્વાતિ નક્ષત્રોથી સંયુક્ત એવી ચંદ્રમર્તિ હોય નહીં એવી શોભી રહી છે. પ્રભુની મૂર્તિના મુખકમળની સન્મુખ દષ્ટિ રાખી, વૃદ્ધિ પામતી શ્રદ્ધા-અનુચિંતન-મનન અને ધારણા સહિત ધીમે સ્વરે પ્રભુના ગુણગાન કરતી આ બાલા ખરેખર કર્મેન્દ્રિયને વિષે
૧. (૧) અજ્ઞાન (૨) અંધારું. ૨. ગર્ભરૂપી ગૃહવાસ; પુનઃ પુનઃ ગર્ભમાં આવવું-જન્મ લેવો. ૩. ગર્ભ ગૃહને વિષે વાસ. ગર્ભગૃહaછેક અંદરનો ભાગ-ગભારો. ૪. દેરીઓ. ૫. શુદ્ધ ઉચ્ચાર કરવો (વર્ણ); બોલવું તે સમજતા જવું (અર્થ); પ્રભુની પ્રતિમા સમીપ દષ્ટિ રાખવી (પ્રતિમા) આ ત્રણ મુદ્રા. ૬. મન ઉપર છાપ પાડવાને. અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ આઠમો)
૧૧૧