________________
અન્ય ગમે તે માગજે. એ સાંભળીને જેનો ખેદ જતો રહીને એને સ્થાને ઉત્સાહ આવ્યો છે એવો પ્રવરમતિમાન અભયકુમાર પોતાના દઢ સ્વભાવને લીધે મનમાં જ એને તુચ્છકારતો કહેવા લાગ્યો; એ જે વર તમે મને આપો છો તે હમણાં તમારી પાસે જ રહેવા દ્યો. હું જોઈશે ત્યારે માગી. લઈશ. જે તમારી પાસે છે તેને આ અભય પોતાની જ તીજોરીમાં પડેલું સમજે છે.
આ પૃથ્વીપતિને પોતાની અંગારવતી નામની સ્ત્રીને પેટે અવતરેલી વાસવદત્તા નામની કન્યા હતી. તે સકળ ગુણોનું તો જાણે એક નિવાસસ્થાન હતી, સૌભાગ્યની ભૂમિ હતી અને સમસ્ત બંધુજનોની માનીતી હતી. કમળપત્રોને વિષે જેમ હંસી શોભે તેમ એ સર્વ પરિજનોના અંકમાં રમતી શોભતી હતી. ધાત્રીઓ એનું નિત્ય પરિપાલન કરતી હતી; અને પિતા પોતે એને સદા લાડ લડાવતો હતો. બાળકના તોતડા-બોબડા શબ્દો બોલતી, પિતાના વાળ ખેંચતી અને એના અંક-ખોળામાં બેસતી. (ખરું જ છે કે બાળકની સર્વ ચેષ્ટાઓ સુખ આપનારી હોય છે.) પિતાના સેંકડો મનોરથની સાથે વૃદ્ધિ પામતી, ચોખુણ સમાન શરીરમાનવાળી એ કન્યાને લોકો વિકસિત નેત્રે જોઈ રહેતા હતા.
અનુક્રમે બાલ્યાવસ્થા ત્યજી કૌમારાવસ્થામાં પ્રવેશ કરતાં એ બુદ્ધિમાન અને શાસ્ત્રને વિષે અનુરાગવાળી કન્યાએ, ચંદ્રમાં જેમ પૂર્ણિમાની રાત્રિએ સર્વ કળા પ્રાપ્ત કરે છે તેમ, પ્રવીણ ગુરુ પાસે વિના પ્રયાસે સત્વર સર્વ નિર્મળ કળા પ્રાપ્ત કરી. પરંતુ ગાંધર્વ વિદ્યામાં નિપુણ એવા કોઈ ગુરુનો યોગ ન થવાથી તે ઉત્કૃષ્ટ સંગીત કળાના અભ્યાસ વિના રહી. અથવા તો અમર્યાદિત જ્ઞાન તો સર્વજ્ઞનું જ હોય છે; બાકીના અન્ય સર્વ જનોનું તો એમની બુદ્ધિની ગ્રહણ કરવાની શક્તિ પ્રમાણે અમુક મર્યાદ-હદ સુધીનું જ હોય છે. એ કન્યામાં અનેક ઉત્તમ લક્ષણો જણાતા હતા તેથી, અને એની વાણીમાં મધુરતા, સ્વભાવમાં દક્ષતા-વિનય-ધૈર્ય આદિ ગુણો હતા એને લીધે એનો પિતા અને પુત્રથી પણ અધિક ગણતો; અથવા તો પુત્રી કે પુત્રનું કંઈ મૂલ્ય નથી; મૂલ્ય છે એમનામાં (સ૬) ગુણો હોય તો એ ગુણોનું.
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ આઠમો)
૧૨૭