________________
ઈન્દ્રોની જેમ વ્યવસ્થા થયેલી છે. પોળની બહાર શાકિનીએ તારા ઉપર પ્રહાર કર્યો છે તેમાં મારું કાંઈ ચાલે તેમ મનથી; કેમકે પોતાની પલ્લીમાં ભીલ લોકો પણ બળવાન હોય છે. પણ તું ચિત્તને વિષે લેશ પણ દુઃખી થઈશ નહીં, તારો આ ઉરૂ છેદાયો છે તે પુનઃ સાજો થશે.” કુળદેવીએ એ પ્રમાણે કહ્યું કે તત્ક્ષણ જલના સિંચવાથી ગડુચી તાજી થાય એમ મારો ઉરૂ સાજો થયો. એટલે તો મેં કુળદેવીને પ્રણામ કરીને પૂર્ણ ભક્તિ અને પરમ આનંદ સહિત એની સ્તુતિ કરવા માંડી;-હે દેવિ ! તું મારા કુળની ચિંતા કરનારી છો, કુળના સર્વ કષ્ટને ચૂર્ણ કરનારી છો; સર્વ આધિ
વ્યાધિ નાશ કરવામાં સૂર્ય સમાન છો, સર્વ તાપનો નાશ કરવામાં શરદપૂર્ણિમાના ચંદ્રમા સમાન છો; તુંજ કુળની રક્ષા કરનારી છો, કુળની વૃદ્ધિ કરનારી છો, તુંજ અમારા કુળમાં ચિંતામણિ સમાન છો, કામધેનુ તુલ્ય છો, કલ્પલતા જેવી છો; વળી તુંજ અમારા કુળલોકની પિતામહી છો; હે જગજ્જનની ! તું જ અમારા કુળનો ઉદય કરનારી છો; તારો જય થાઓ, વિજય થાઓ, ઉત્કર્ષ થાઓ, વૃદ્ધિ થાઓ. હે સ્વામિની ! તેં ઉપાય ન કર્યો હોત તો મારું શું થાત ? અમારા કુળની સર્વ વૃદ્ધિ-સમૃદ્ધિ અને કલ્યાણ સર્વ તારો જ પ્રસાદ છે; જળની વૃષ્ટિનો જેમ ધાન્યો ઉપર છે તેમ. મને જીવિત આપનારી હે દેવિ ! મારા જેવો ખલિત જીભવાળો અને મંદબુદ્ધિવાળો તારી કેટલી સ્તુતિ કરી શકે ? અથવા પાંગળો કેટલું ચાલી શકે?
આ પ્રમાણે મેં હર્ષસહિત કુળદેવતાની સ્તુતિ કરી કારણકે એના પ્રત્યે બીજું કંઈ ન થઈ શકે તો સ્તુતિ તો કરવાની જરૂર જ હતી. પછી જીવતો રહ્યો એટલે પ્રિયાને સદ્ય મળવાની ઉત્કંઠાથી સસરાને ઘેર પહોંચ્યો તો ત્યાં ઘરના દ્વાર તદ્દન બંધ હતા એટલે દ્વાર ઉઘડાવું છું એમાં વિચારમાં હું ઘર નિહાળવા લાગ્યો તો કુંચીના વિવરમાં દીપકનો પ્રકાશ પડ્યો તેમાં મેં શું જોયું ? પેલી મારી જ સ્ત્રી પોતાની માતાની સંગાથે હર્ષ પૂર્વક સૂરાને અમૃતસમાન ગણી તેનું પાન કરતી હતી; અને વચ્ચે વચ્ચે હોંશે હોંશે માંસ ખાતી હતી. કહ્યું છે કે મદ્યપાન-ઉપાધ્યાય કઈ કઈ કુશિક્ષા નથી શીખવતો ? હું પણ મારી સ્ત્રીનું એ પ્રકારનું આચરણ જોઈ
૭૬
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૨)