________________
ચમત્કાર પામી ચિંતવવા લાગ્યો-આ મદ્યપાન કરનારીમાં શીલનો સંભવ ન જ હોય. લસણ ખાનારના મુખને વિષે સુગંધની આશા કોણ રાખે છે ? માણસને સારાસારનો વિચાર ત્યાં સુધી જ રહે છે કે જ્યાં સુધી અવિવેકનું જ ઘર-એવા સુરાપાનમાં તે લપટાયો નથી.
મદ્યપાન એ મહાપાપ છે કેમકે એથી મનુષ્યની બુદ્ધિ ઉષરક્ષેત્રને વિષે વાવેલા બીજની પેઠે સઘ વિનાશ પામે છે. વળી એ સર્વ અનર્થનું પણ મૂળ છે, અશાતાવેદનીય કર્મની પેઠે. મદ્ય એકલો જ હાનિકારક છે તો માંસ સાથે હોય ત્યારે તો વિશેષ હોય એમાં પૂછવું જ શું ? વળી એજ સુરા શાકિની કે અશ્વને આપવામાં આવે તો તો એકલી જ (માંસ વિના પણ) અધિક અનર્થ તે કરે છે. માતા આવી છે એ ન્યાયે એની પુત્રી એના જેવીજ હોય. નાગણીની કુખમાંથી ઉત્પન્ન થાય એ વિષની જ વેલડી હોય.
પછી “આવું એમનું ચેષ્ટિત તો જોયું; હવે એમની વાતચીત સાંભળું.” એમ વિચારીને એકાગ્રચિત્તે અને હાલ્યા ચાલ્યા વિના ત્યાં ને ત્યાં જ ઊભો રહ્યો. તો માતાએ પુત્રીને પૂછ્યું- “આવું સ્વાદિષ્ટ માંસ ક્યાંથી લાવી ? અથવા તો લાભોદય (કર્મ)થી શું સાધ્ય નથી ? મને તો લાગે છે કે લોકોમાં અમૃતની ખાલી વાર્તા જ છે. આ જ અમૃત છે; પણ મૂઢ
લોકો એ જાણતા નથી.” વિશેષ સાવધાન થયો ત્યારે મેં એને ઉત્તર આપતાં સાંભળી કે-હે માતા, આ તને અતિ સ્વાદિષ્ટ લાગ્યું તે તારા જમાઈનું જ માંસ. એ સાંભળી વૃદ્ધા બહુ વિસ્મય પામી કહેવા લાગીપુત્રી ! આવું અસંબદ્ધ-સંબંધ વગરનું શું કહે છે ? પછી તેને પુત્રીએ હર્ષસહિત પોતાનો સવિસ્તર હેવાલ કહી સંભળાવ્યો. પાપી લોકોને પાપકાર્યો કરીને પણ અલૌકિક આનંદ થાય છે.
માતાએ એ સાંભળી પુત્રીને કહ્યું-હે પુત્રી ! તેં બહુ ભૂલ કરી છે, તારા પ્રાણપતિને આમ કર્યું તે સારું નથી કર્યું. માણસો ઘણો લોભ કરે છે પણ સ્થાન વિચારવું જોઈએ. હાથણી મદોન્મત્ત થઈ હોય તો પણ પોતાની સૂંઢનું રક્ષણ તો એ કરે જ છે. આ પ્રમાણે માતાએ પોતાની પુત્રીને શીખામણ આપી. કારણકે દુષ્ટ હોય એવા વૃદ્ધોની પાસે પણ કંઈક અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ સાતમો)
૭૭