________________
પરાશમુખ રહેતો જોઈ વસુમતીને અત્યંત ખેદ થયો કે આમાં તો સુંદરીનું સૌંદર્ય વૃથા ગળી જઈને પ્લાન થાય છે. પછી એણે પોતાના પતિને પણ કહ્યું કે-સ્વામીનાથ ! આ તમારો પુત્ર જાણે પોતે વૃદ્ધ થઈ ગયો એમ, સંસારના વિષયોપભોગથી વિમુખ રહે છે. પુત્ર ભોગવિલાસ ન ભોગવે તો પછી આ ધન શા ઉપયોગનું ? શરીરના આભૂષણરૂપ ન થાય એ સુવર્ણ શા કામનું ? પુત્રને નાના પ્રકારના વિલાસ કરતો જોઈને જ સ્ત્રીઓને બહુ હર્ષ થાય છે. માટે તમને કહેવાનું એટલું કે આ તમારા પુત્રને એની સમાન વયના સોબતીઓ સાથે મેળાપ કરાવો, કે જેથી એને કામભોગને વિષે આસક્તિ થાય. પણ ધનદત્તે કહ્યું–પ્રિયે ! આવું અસંબદ્ધ ભાષણ કરીને તું એક ગ્રામ્યજનની જેમ ઉલટી તારી મૂર્ખાઈ પૂરવાર કરે છે. આ વિષયમાં તો તારો પુત્ર સ્વયમેવ વખત આવ્યે પ્રવૃત્ત થશે; કારણકે જીવે ભવે ભવે વિષયાભ્યાસ કરેલો છે. તથાપિ જો કદિ મુનિની પેઠે એ એકદમ વિષયોન્મુખ જણાશે તો પછી તારી સૂચના પ્રમાણે કંઈ કરશું. માટે હમણાં તો મૌન ધારણ કર. પ્રથમ તેલ જોવા દે, પછી તેલની ધાર જોવા દે; પછી બધું થઈ રહેશે. પરંતુ કદાગ્રહી વસુમતીએ તો આગ્રહ કર્યો કે જે કરવાનું છે તે આ વખતે જ કરો; તે વિના મને નિરાંત નહીં વળે.
ખરેખર એના અંગમાં કોઈ એવી ધાતુ ભરાણી છે કે લીધી વાત મૂકતી જ નથી.” અથવા તો સમજુ સ્ત્રીઓની પણ આગ્રહરૂપી ગાંઠ મૃતકમુષ્ઠિની જેમ હરકોઈ સુયુક્તિરૂપી નહોરવડે પણ છૂટતી નથી.” આમ વિચારીને શેઠે પ્રિયાનું વચન માન્ય કર્યું. ખરેખર સ્ત્રીઓ પુરુષોને આંગળીએ નચાવે છે એમ કહ્યું છે એ ખોટું નથી.
હવે પત્નીના અત્યંત આગ્રહને લીધે પિતાએ પુત્રને અનિષ્ઠ સોબતમાં મૂક્યો. તે પર કવિ ઉàક્ષા કરે છે કે જાણે એણે શરણે આવેલાને પોતાને હાથે જ બાંધીને શત્રુઓને સુપ્રત કર્યો ! ત્યાં એના નીચ ગોઠિયાઓ એને કોઈ વખત અશ્લીલ ભાષાએ ભરેલી ધૂતશાળામાં; તો કોઈ વખત વિટ, નટ, ભાટ આદિ લોકોથી વ્યાપ્ત-તથા અત્યંત સંઘટ્ટ થવાથી અંગોને ચગદી
૧. મડાગાંઠ. અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ નવમો)
૧૫૭