________________
પ્રસિદ્ધ નામ જ સારું.' લોકોને પરમ આનંદ ઉપજાવતો પ્રશસ્ત ચેષ્ટાવાળો પુત્ર પણ અનુક્રમે પિતાના મનોરથોની સાથે વૃદ્ધિ પામવા લાગ્યો. આઠ વર્ષનો થયો ત્યારે પિતાએ ઉત્તમ કળાચાર્ય પાસે અભ્યાસ કરાવવો શરૂ કર્યો. કારણકે પહેલી વયમાં એટલે કે કૌમારવસ્થામાં વિદ્યા ઉપાર્જન કરવાનું કહ્યું છે. પુત્ર પણ બુદ્ધિમાન હોવાથી અલ્પ સમયમાં સર્વ કળાનો પારંગત થયો; વાયુ અનુકૂળ હોય તો એક પ્રવાહણ જેમ શીધ્ર રત્નદ્વીપે પહોંચી જાય છે એમ.
આ જ નગરમાં સાગરદત્ત નામનો એક શ્રેષ્ઠી રહેતો હતો. ગાંભીર્યગુણ અને બહુ રત્નોને લીધે જાણે એ એક બીજો સાગર-સમુદ્ર હતો એને માધુર્યાદિ ગુણોથી યુક્ત એવી એક જયશ્રી નામે પુત્રી થઈ. કારણકે દ્રાક્ષના મંડપમાં સદા દ્રાક્ષ જ નીપજે છે. જળાધિપતિથી ઉત્પન્ન થયેલી, વિદ્યુતના જેવી ચંચળ, સર્વદા જડ-લ-જાત ને વિષે વસનારી, નીચગામિની, સ્પર્ધા કરવા આવેલી લક્ષ્મી પર એનાથી વિપરીત ગુણોવાળી આ કન્યાએ વિજય મેળવ્યો હતો-માટે જ જાણે એનું જયસૂચક “જયશ્રી' એવું નામ પાડ્યું હોય નહીં ! કૃતપુણ્યનો એના માતાપિતાએ આ કન્યાની સાથે વિવાહ કર્યો. કારણકે વિચક્ષણ પુરુષો રત્નના ભાજનમાં હાથ નાખે છે. આ પ્રમાણે વસુમતીના સર્વ મનોરથો ફળી ભૂત થયા; અગર જો કે ધાર્યા દાવ તો કોઈ વિરલાના જ પડે છે.
પરંતુ ડ્રવંતૃતીયમ્ જેવું કંઈ નવું વસુમતીને જોવાનું આવ્યું તે એ કે, કૃતપુણ્ય જિતેન્દ્રિયત્વને લીધે પોતાની પત્ની પ્રત્યે પણ પ્રેમાસક્ત થયો નહીં. (તો પછી વારાંગનાની તો વાત જ ક્યાં કરવી ?) પુત્રને ભોગવિલાસથી
૧. સમુદ્ર. ૨. જળજાત એટલે જળમાં ઉત્પન્ન થતું કમળ. લક્ષ્મી કમળમાં વસનારી કહેવાય છે. વળી જડજાત' વાંચીએ તો એનો અર્થ “મૂર્ખજનો' એમ થાય. લક્ષ્મી મૂર્ખ જનોને ત્યાં હોય છે. ૩. નીચ લોકોની પાસે લક્ષ્મી વિશેષ જાય છે. ૪. વિપરીત ગુણોવાળી, એટલે કે અ-જડ-અધિપતિ મહાવિદ્વાન એવા પિતાથી જન્મેલી; અને અ-જડ-જાતિ વિદ્વાનો-એમના અંતરમાં વસી રહેલી; અચંચળ=દઢમનવાળી; અનીચગામિની ઉચ્ચગામિની-ઉચ્ચ આશય-કુળ-વાળી. આ વિપરીત ગુણો એ કન્યામાં
હતા.
૧૫૬
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૨)