________________
પડ્યો હતો એથી ઉઠીને એની પાસે ગઈ.
એટલામાં તો મારી નિર્દય બહેને એક ખડ્ગ લઈને મારી માતાને પ્રાણરહિત કરી. એ જોઈ હાહારવ કરતા અમે ભાઈઓ દોડ્યા એવામાં બહેનના ખોળામાંથી પેલી થેલી નીચે પડી. એને અમે ઓળખી એટલે અમને બહુ ખેદ થયો કારણકે જે અનર્થ થકી અમે નાસી છુટ્યા હતા તે પાછો વળી મુખ આગળ પ્રત્યક્ષ આવીને ઊભો. એવે પ્રકારે અમે જળના પૂરમાં જેને ફેંકી દીધી હતી તે પાછી શાકિનીની જેમ ક્યાંથી નીકળી આવી ? રાજહંસો જેમ નાના તળાવડાને વિષે પ્રેમ બાંધતા નથી તેમને ધન્ય છે !
જેવીરીતે વૃતાંકફળ સર્વ રોગનું નિદાન છે તેવી જ રીતે છેદ-ભેદ-ભયશ્રમ-કલેશ-બંધ અને વધ વગેરે વિપત્તિનું મૂળ દ્રવ્ય જ છે. હવે અમારી માતાનો વધ કરનારી અમારી બહેન ઉપર પણ ક્રોધ કર્યો શું થાય ? કારણકે એમ કર્યાથી બગડ્યું કંઈ સુધરતું નથી. માટે જો બહેનનું અનિષ્ટ કરશું તો એમાં વેર જ વધશે; કોઈ સ્વાર્થ સિદ્ધ થશે નહીં. એ તો એના કર્મે હણાયેલી જ છે. બીજી હાનિ એને શી જોઈએ ? સજ્જનો પડતા ઉપર પાટુ મારતા નથી, માટે ગૃહસ્થાવાસ ત્યજી દઈને અમે નીકળી જવાનો ઈરાદો કર્યો કારણકે બુદ્ધિમાન હોય છે તે સ્વાર્થ જુએ છે; સ્વાર્થથી ભ્રષ્ટ થવું એ મૂર્ખતા છે. અમને તો પેલા ધરા આગળથી જ આ અનર્થકારી ધન પ્રત્યે વૈરાગ્ય ઉત્પન્ન થયો હતો તે આ બહેનનું વૃત્તાંત જોયા પછી અત્યંત વૃદ્ધિ પામ્યો હતો. તે જાણો કે “વસ્ત્ર એક તો હતું જ લાલ, ને એને પુનઃ કસુંબામાં ઝબોળ્યું.” એના જેવું થયું.
પછી અમે માતાની ઉત્તરક્રિયા કરીને ધન બધું બહેનને આપી દઈ દીક્ષા ગ્રહણ કરી. હે અભયકુમાર ! આવો ભય મેં ગૃહસ્થાવાસમાં અનુભવ્યો હતો. કારણકે ગૃહસ્થાવાસ વિના અન્ય સ્થળે ક્યાં ભય હોય ?
મંત્રીશ્વરે પણ કહ્યું-હે મુનિ ! તમે સત્ય જ કહ્યું છે. હૃદય રૂપી ચક્ષુએ જોયેલું કદાપિ ખોટું પડતું નથી; તો પણ મદ્યપાન કરનારાઓ મધને ગણે છે તેમ સર્વ પ્રાણીઓ ધનને પ્રાણથી પણ અધિક ગણે છે. ફક્ત વિવેકરૂપી લોચન જેમને હોય છે એઓ જ દ્રવ્યનો સ્વભાવ સમજે છે; કારણકે ખાસ અંજનથી જેમનાં નેત્ર અંજાયેલા છે એઓ જ નિધિ અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ સાતમો)
૫૫