________________
ક્યાં છે તે જાણે છે. મોક્ષમાર્ગના આશ્રિત આપ જેવા મહાત્માઓ જ કૃતાર્થ છે; કારણકે માનસરોવરના સુવાસિત કમળની સમાન બીજા કમળો હોય. ખરા ?
આ પ્રમાણે બુદ્ધિશાળી અભયકુમાર મુનિની સાથે ધર્મચર્ચા કરતા હતા ત્યાં બીજો પહોર થયો એટલે ઉત્તમ તપસ્વી એવા સુવ્રત નામના બીજા શિષ્ય આચાર્યશ્રીની પાસે જાગરણ કરવાને આવ્યા. એ પણ ગુરુના કંઠને વિષે હાર જોઈને કંપી ઉઠ્યા. કારણકે એવા મહાત્મા પુરુષોને દ્રવ્ય. થકી ભય ઉત્પન્ન થાય એ એમનું ભૂષણ છે, દૂષણ નથી. અહો ! કોઈએ લોભને વશ થઈને રાજાનો આ હાર ચોરી લીધો હશે પણ મુખને વિષે મોટો કોળીઓ સમાતો નથી તેમ એ એના ચિત્તમાં સમાયો નહીં હોવાથી ક્ષોભ પામીને ગુરુના કંઠમાં નાંખી ગયો જણાય છે; જેવી રીતે. (કુવા પર જળ ભરવા આવેલી) એક સ્ત્રીએ (રસ્તે જતા) બળરામનું સૌંદર્ય જોઈ ક્ષોભ પામી જઈ, સીંચણીયું (ઘડાના કાંઠામાં નાંખવાને બદલે) પાસે ઊભેલા પોતાના પુત્રના કંઠમાં નાંખ્યું હતું તેમ. અથવા તો તે દુષ્ટકર્મીએ આ મુનિ પ્રત્યે કોઈ શત્રુવટને લીધે એમ કર્યું હશે.
કારણકે વનમાં રહીને પોતાની ક્રિયા-અનુષ્ઠાન કરતા એવા મુનિઓ પ્રત્યે કોઈ મિત્રભાવે, કોઈ ઉદાસીન ભાવે, તો કોઈ શત્રુભાવે પણ વર્તનારા હોય છે. આમ સંકલ્પ વિકલ્પ કરતા એ સુવ્રતમુનિ વસતિને વિષે પ્રવેશ કરતા “મહાભય” એમ બોલી ઉઠ્યા. એ સાંભળી અભયકુમારે પૂછ્યું “કેસરિસિંહની સાથે તુલના કરી શકાય એવા આપ-મહાત્માને મહાભય કેવો ?” મુનિએ ઉત્તર આપ્યો-વિસ્મરણ થયેલું હોઈ સુભાષિત જેમ પ્રભાતને સમયે એકાએક સ્મરણમાં આવે છે તેમ મને ગૃહસ્થાવાસને વિષે અનુભવેલો ભય અચાનક યાદ આવી ગયો. તે સાંભળી અભયકુમારે પૂછયું-એ મહાભય' આપ મહાત્માએ કેવી રીતે અનુભવ્યો હતો તે જાણવાની મારી ઈચ્છા છે. એટલે એ પૂજ્ય મુનિ બોલ્યા-હે મંત્રીશ્વર ! આ પૃથ્વીપર જેમ
જ્યાં જઈએ ત્યાં રજ તો છે જ છે, તેમ આ સંસારને વિષે ભય પણ પગલે પગલે છે. તો પણ મને મહાભય લાગ્યો હતો તે વાત તારા જેવા બુદ્ધિમાનોને શ્રવણ કરવા યોગ્ય છે માટે કહું છું, સાંભળ;
પ૬
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૨)