________________
હોંઉ ! એને વળી મેં આશ્વાસન પણ આપવા માંડ્યુ-પ્રિયે ! શોક શા માટે કરે છે ? સંસારની સ્થિતિ જ આવી છે. કારણકે દોષ વિનાનું કોણ છે? વ્યાધિ વગરનું પણ છે કોણ ? લક્ષ્મી કોને ત્યાં અચળ છે ? કોને કાયમનું સુખ છે ?
મારા આ શબ્દોને લીધે એ દુષ્ટાએ પણ પોતાનો શોક ઓછો થયો હોય એવો ખોટો ભાસ કર્યો; અથવા તો સ્ત્રી ચરિત્ર સ્ત્રીઓ જ જાણે છે. પછી એણે મને “હે સ્વામીનાથ ! અહીં બીરાજો” એમ કહીને પલ્લીપતિના પલંગ ઉપર બેસાડ્યો. તેનું ચિત્તતો મલીન જ હતું પણ એ ન જણાવા દેવા માટે, વળી એણે મારા પગ ધોવા માંડ્યા. એવામાં કાંઈ અપશુકન થવાથી પેલો પલ્લીપતિ પાછો આવ્યો. મારા અશાતા વેદનીય કર્મનો સાક્ષાત ઉદય જ હોય નહીં એવા પોતાના એ યારને જોઈને હર્ષ પામી મારી દુષ્ટ પત્ની મને મીઠા શબ્દોથી સંબોધી કહેવા લાગી-હે નાથ ! તમે ક્ષણવાર આ પલંગની નીચે ભરાઈ જાઓ. કારણકે કંઈ ધારીએ છીએ ત્યાં કંઈ થાય છે. હું એને ઠેકાણે પાડીને બધું ઠીક કરું છું. તમારે મનમાં કાંઈ પણ ચિંતા રાખવી નહીં. (મુનિ, મંત્રી અભયકુમારને કહે છે-હે બુદ્ધિશાળી !) હું તો મારી પ્રિયાના વચનથી કંઈક નિર્ભય થઈને ચોરની જેમ પલંગની નીચે ભરાઈ બેઠો.
હવે નાયકને મારી સ્ત્રીએ મોટા માન સહિત બોલાવ્યો. એટલે એ પણ સત્વર પલંગ પર આવીને બેઠો. એના પણ બે પગ ધોવા લાગી એટલે મને તો બહુ દુઃખ થયું કે અહો ! આ તસ્કર પણ મારી સ્ત્રી પાસે પગ ધોવરાવીને દાસત્વ કરાવે છે. પારકા હાથ શું સારા લાગતા હશે ? આવી પતિભક્ત (?) સ્ત્રીને છોડાવી લઈ જવાનું તો દૂર રહ્યું, પણ અહીં ઊલટો મારો આત્મા યે પતિત થયો, (હું ઊલટો ઉપાધિમાં આવ્યો.)” હું આમ ચિંતવન કરતો હતો એવામાં, જેના હૃદયની કુટિલતા હું જાણતો નહોતો એવી મારી સ્ત્રીએ પેલાને પૂછ્યું-ધારોકે મારો ભરતાર ક્યાંયથી તમારી પાસે આવે તો તમે એને શું કરો ?” એનો ઉત્તર એ શું આપે છે તે સાંભળવાને હું ટમટમી રહ્યો એવામાં તો એણે કહ્યું કે “હું મારી આવી સુંદર સમૃદ્ધિ પ્રમાણે એની આદરસહિત ભક્તિ કરું અને તમે તેને સોંપી
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ સાતમો)
૬૧