________________
૧૬૪. ૮. જે પ્રકારનો પવન વાય. ઈત્યાદિ. “સાથરા પ્રમાણે સોડ' કરવી કહી છે. (“મુડી હોય એના પ્રમાણમાં વેપાર થાય,” “પવન પ્રમાણે આચ્છાદન જોઈએ.” આ બધી સમાનાર્થવાચી કહેવતો છે.)
૧૬૭. ૧૦. શ્રુતિપ્રતિપાદિત વચનો; શાસ્ત્રનાં વચનો (વેદ વાક્યો ?)
૧૬૭. ૨૬. ખરલ અને બિલ્વનો સંયોગ. (અહીં “ખરલને સ્થાને “ખલ્લા’ વાંચવું.) ખલ્લા=બોડકું મસ્તક. બિલ્વ=બીલું. બોડકા મસ્તક અને બીલાનો-સંયોગ કોઈવાર થઈ જાય છે (બોડકા મસ્તક પર કોઈવાર બીલું પડે છે.) તેમ શ્રેષ્ઠિનીને ઘરેથી કૃતપુણ્યના આગમરૂપ ઘટના, અને વસંતપુરથી સંઘના આગમનરૂપ ઘટના-એ બંને ઘટનાનો સંયોગ થયો (બંને ઘટના સાથે બની.)
૧૬૮. ૧૯. પરિગ્રહ સંજ્ઞા. જુઓ આ પરિશિષ્ટમાં પૃષ્ઠ ૯૮ પંક્તિ ૦૨ ઉપરની ટિપ્પણી.
૧૬૯. ૬. શેષ. યજ્ઞમાં હોમતાં વધેલી શેષ રહેલી વસ્તુઓ ફળાદિ; (જે પાછળથી વહેંચી દેવામાં આવે છે.)
૧૬૯. ૧૦. લઘુકર્મી. જેનાં કર્મો લઘુ-હળવાં થઈ ગયાં હોય, એવો.
૧૭૧. ૨૮. તૃણનો પૂળો. તૃણનો પૂળો એટલા માટે લઈ ગઈ કે બચ્ચે અવતરે એ તરતને માટે તૃણની શય્યા પર સુખે રહી શકે. (હાથણી તૃણની પથારીમાં જ બચ્ચાને જન્મ આપે.)
૧૭૨. ૫. સમુદ્રમાં પેસી ગયેલા પર્વતો. એમ કહેવાય છે કે પૂર્વે પર્વતોને પાંખ હતી એટલે ઊડી ઊડીને સ્વર્ગમાં જઈ ઈન્દ્રને સુદ્ધાં હેરાન કરતા. તેથી ઈન્દ્ર પોતાના વસ્થી એમની પાંખો કાપવા માંડી એટલે એ પર્વતો ભયને લીધે સમુદ્રમાં પેસી ગયા, જ્યાં ઈન્દ્ર કાંઈ કરી શકે નહીં.
૨૩૬
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૨)