________________
દેવતાઓ પ્રાયે આવાં આવાં દૂષણોએ કરીને દૂષિત એવાં વરદાન આપી જાય છે. પણ આપણને એક અજા એટલે બકરી પણ જે દૂધ આપે છે તે ક્યાં છગણિકા વિનાનું હોય છે ?
પછી આવું શ્રેષ્ઠ વરદાન મળવાથી અત્યંત હર્ષ પામેલા બ્રહ્મદત્તે પોતાનાં અંતઃપુરને વિષે પ્રવેશ કર્યો.
ચક્રવર્તી રાજાઓ તો ઘણા થઈ ગયા પણ એમનામાં સર્વ પ્રાણીઓની ભાષા સમજનારા બ્રહ્મદત્ત જેવા તો વિરલા જ થયા છે.
હવે એક વખત વાત એમ બની કે બ્રહ્મદત્ત ચક્રવર્તીએ પોતાને માટે કસ્તુરી આદિનું વિલેપન બનાવરાવ્યું હતું-એ વિલેપન જોઈને રાજાની ગૃહકોકિલાનું મન એમાં મુગ્ધ થયું એટલે એણે પોતાના પ્રિયતમ કોયલને કહ્યું-હે પ્રાણેશ્વર ! રાજાના વિલેપનમાંથી મને થોડું લાવી આપો; કેમકે મારે પણ મારા અંગને એથી વિભૂષિત કરવું છે અને એમ કરીને મારા જીવતરને સફળ કરવું છે. કોયલે કહ્યું-પ્રાણેશ્વરી ! એ વાત તદ્દન અશક્ય છે. જો હું વિલેપન લેવા જાઉં તો મારી તો મૂડી અને વ્યાજ બંને જાય. માટે હું એ લાવી દઈશ નહીં.
દેવતાના આપેલા વરદાનને લીધે કોકિલ અને કોકિલાની વાતચિત ભરસભામાં બ્રહ્મદત્ત જ સાંભળીને સમજી શક્યો. તેથી એને (એકલાને) હસવું આવ્યું. કારણ કે કોઈ વાતનો, માણસ મર્મ સમજે છે તો જ તે મર્મના હાર્દ પ્રમાણે તે મનુષ્યના મુખ ઉપર સૂચક ચિન્હો પ્રકટી નીકળે છે. સકલ સભાને વિષે પોતાના સ્વામીનાથ-એકલાને હાસ્ય ઉત્પન્ન થયું તેનું કારણ રાણીએ એને પૂછ્યું. તો એણે ઉત્તર આપ્યો-હે સુંદરી ! એ તો અમસ્તુ; કાંઈ છે નહીં. પણ રાણીને વહેમ પડ્યો એટલે પુનઃ પુનઃ કર્યું; છતાં બ્રહ્મદત્તે હાસ્યનું કારણ દર્શાવ્યું નહીં. એટલે રાણી સમજી કે રાજાએ નિશ્ચયે મારી જ મશ્કરી કરી છે. આમ થવાથી એનું મન બહુ વ્યાકુળ થયું કે રાજાને પોતાના તરફ કંઈ વસવસો હોવાથી એ હાસ્યનું
૧૨
૧. (બકરાની) લીંડી. ૨. ઘેર પાળેલી કોયલ.
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૨)