________________
ત્યાં તો “અહો ! આપણને રમવાને માટે બહુ સુંદર રમકડું એની મેળે આવી પહોંચ્યું.” એમ કહીને પેલા બંને કુમારોએ મુનિને તક્ષણ બાંધ્યા; અને સાથે જ પોતાની સદ્ગતિનું દ્વાર પણ બંધ કર્યું ! પછી હાવભાવ સહિત અને હસ્ત અને ચરણની આંગળીઓના ઉપન્યાસપૂર્વક સુંદર નૃત્ય કરો એમ એમણે મુનિને કહ્યું; કારણકે નિબુદ્ધિ માણસને સ્થાન સ્થાનનો વિચાર હોતો નથી. મુનિએ પણ એમને કહ્યું-ત્યારે તમે વારિત્ર લ્યો કારણકે હું નૃત્ય કરીશ તે, સાથે કાંઈ વાઘ જેવું નહીં હોય તો શોભશે નહીં.
આમ બંને કુમારોએ વારિત્ર લીધું અને મુનિ ધરતી પર મનહર નૃત્ય કરવા લાગ્યા. પણ કુમારો બંને વગાડતાં વગાડતાં વિષમ તાલ દેતા હતા. તેથી નૃત્યના તાલમાં ભંગ થવા લાગ્યો. તેથી મુનિએ કહ્યું-તમને સુંદર રીતે વગાડતાં આવડતું નથી તેથી હું નૃત્ય નહીં કરું. આ પરથી ક્રોધાવિષ્ટ થઈને બંને જણ મુનિને પ્રહાર કરવા ઉઘુક્ત થયા. (કહેવત છે કે અમુક કાર્ય આવડતું નથી ત્યારે અજ્ઞાન માણસ કલહરૂપી કાર્ય શોધી કાઢે છે.) એટલે તો કળાવેદિ મુનિએ એ બંનેને મારી મારીને ખોખરા કર્યા. કારણકે ગંધહતિ આગળ સામાન્ય હસ્તિ ક્યાં સુધી ટકે ? એમણે એક મલ્લની પેઠે સંધિ બંધનકળાથી બંનેને વક્ર કરી નાખ્યા અને પોતે ત્યાંથી ઉપવનમાં જઈને રહ્યા. કારણકે શિક્ષાને યોગ્ય હોય એવા મનુષ્યની સાથે સમજાવટની વાત કરવાની હોતી નથી. તક્ષણ સેવકજનોએ એ બંને કુમારોની એવી કષ્ટમય સ્થિતિ જોઈને રાજાને ખબર આપ્યા કે કોઈ મુનિ એમની એવી દુર્દશા કરી ગયા છે.
તે પરથી મુનિચંદ્ર રાજાએ પોતે ઉપાશ્રયે આવીને ગુરુની આગળ, કુમારોને નિર્દયપણે દુઃખ ભરી સ્થિતિમાં કોઈ મુનિ મુકી ગયાની ફરીયાદ કરી. ગુરુએ એ સાંભળી પોતાના સાધુ મંડળને પૂછી જોયું પણ એઓ તો કહે કે અમે કશુંયે જાણતા નથી. અમે તો એ કુમારોના દુઃખને લીધે એમના પાડોશીઓનાં ઘર સુદ્ધાં ત્યાં છે. કારણકે અગ્નિની સમીપમાં કોણ જાય? વળી જ્યારે એ કુમારોને કોઈ મુનિ મળે છે ત્યારે તો એ એમ જાણે છે કે આજે તો ગોળનું ગાડું મળ્યું. એને એઓ વિવિધ રીતે
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ છ8)
૨૫