________________
બાધા ઉપજાવે છે એને લીધે અમારે દેવગુરુની બહુ ચિંતા રાખવી પડે છે. હે ગુરુજી ! આજે નવા આવેલા મુનિને પણ એમણે સંતાપ્યા હશે અને એથી જ એમની આવી દુર્દશા થઈ હશે ! કારણકે બિલે બિલે કાંઈ ઘો હોય નહીં; ક્યાંક સર્પ પણ હોય. એ સાંભળીને ગુરુએ કહ્યું-હે રાજન્ ! તમે એ મુનિની શોધ કરાવો; કારણકે જેનામાં ભાંગવાની શક્તિ છે તેનામાં પાછી સાંધવાની શક્તિ પણ હોવી જોઈએ.
પછી રાજાએ ચોતરફ પોતાના સેવકજનોને મોકલી ભાળ કઢાવી. એમણે એમને બહાર વનમાં શોધી કાઢ્યા એટલે રાજા પોતે ત્યાં આવ્યો અને વનના મધ્યમાં ગયો. ત્યાં એણે શમગુણથી શોભતા અને શાસ્ત્રનો પાઠ કરતા પોતાના સહોદર સાગરચંદ્રને દીઠા. એમને મહાઆદર સહિત વંદન કરીને રાજા લાજને લીધે અધોમુખ રહ્યો, તે જાણે પૃથ્વીને એમ પૂછવાને હોય નહીં કે “તું મુનિજનને વહાલી છો માટે કહે હું શું કહું ? પછી મુનિએ એને કહ્યું “હે ભૂપતિ ! તું ચંદ્રાવતંસક્ર રાજાનો પુત્ર છતાં, મુનિજન તરફ દુષ્ટ વર્તણૂક ચલાવતા તારા બાળકોને વારતો નથી તે શું સારું કહેવાય છે ? તેં તારા પિતાની સ્થિતિ જોઈ છે ? અથવા તો ભૂપતિના પાશમાં રહેલો સિંહપુત્ર શૃગાલમાંથી પણ ગયો ? પણ એમાં તારો દોષ નથી; સર્વ લોકો પોતાના પુત્રોને સદ્ગુણી જ લેખે છે. વાઘણ પણ પોતાના શિશુને ભદ્રિક અને સૌમ્યદયવાળું માને છે. પણ આ સાધુજનની હીલના કરવાથી હાનિ થાય છે અને એમને તાડના કરવાથી મૃત્યુ નીપજે છે. અહીં આવનારા મુનિઓને ઉપદ્રવ કરનારા તારા બંને બાળકો નિશ્ચયે દુરાત્મા છે.” એ સાંભળી રાજાને બહુ પશ્ચાત્તાપ થયો તેથી રાજર્ષિના ચરણમાં પડીને કહેવા લાગ્યા-હે ક્ષમાનિધિ ! એકવાર મારો અપરાધ ક્ષમા કરો, બંને બાળકોનું આવું દૂષણ મેં મૂકાવ્યું નહીં એથી મને બહુ ખેદ થાય છે. અથવા તો સંપત્તિને લીધે અંધ બનેલા મારા જેવાઓ સર્વત્ર સુંદર સુંદર જ ભાળે છે. હવે તો તમારા સહોદર પર અનુગ્રહ કરી, દુ:ખદાયક અવસ્થામાં પડેલા બંને કુમારોને કૃપા કરી જલદીથી સાજા કરો; કારણકે એઓ તમારા પણ ફરજંદ છે.
એ સાંભળીને રાજમુનિ બોલ્યા-હે નૃપાળ ! કુમારોને હું એ શરતે અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૨)
૨૬