________________
અને એકદમ ફુત્કાર કરવા માંડશે એ સર્વેના મુખ પર શિવાદેવીએ પોતે પોતાને હાથે ક્રૂરના બાકળા છાંટવા.”
પતિના આદેશથી શિવારાણીએ એ પ્રમાણે કર્યું એટલે ઉપદ્રવ શાંતા થયો. એ જોઈ સૌ લોકો વિસ્મય પામ્યા. આ ઉપર કવિ ઉભેક્ષા કરે છે કે ‘શિવાદેવી' નામ પાડેલું તે જાણે એ ભવિષ્યને વિષે “શિવ' એટલે કંઈ સારું-શુભ કાર્ય કરવાની છે એવું સમજીને જ હોય નહીં ! અંત:પુરને વિષે રાણીઓ તો અનેક હતી પરંતુ આ ઉત્તમ કાર્ય તો શિવાજેવી જ કરી શકી; અથવા તો હસ્તિ અને અશ્વમાં, લોહ અને કાષ્ટમાં, મણિ અને વજમાં તથા સ્ત્રી અને પુરુષમાં મહ્દ અંતર છે.
રાજા પણ ઉપદ્રવ શાંત થયો જોઈને સંતોષ પામ્યો અને કહેવા લાગ્યો. “ખરેખર અભયકુમારની બુદ્ધિ, સર્વ નદીઓને વિષે, નિર્મળ જળઅને ઉલ્લાસ પામતા તરંગોવાળી ગંગાનદીની જેમ, સર્વોતકૃષ્ટ ઠરી. શૈલેશ્વર-મેરૂ પર્વતનું પણ એક લક્ષયોજન પ્રમાણ છે, કાળનું પણ “પલ્યોપમ’ આદિ વડે માપ થઈ શકે છે, દ્વીપો અને સમુદ્રોનો પણ વેદિકા' આગળ અંત-છેડો આવે છે, આ લોકનું પણ ચૌદરજ઼પ્રમાણ માન છે-આમ બહુ-બહુ વસ્તુઓની બહુમાંબહુ પણ સીમા તો નિશ્ચયે છે જ; પરંતુ આશ્ચર્ય છે કે અભયકુમારની બુદ્ધિની ક્યાંય પણ સીમા નથી; ગમે એટલે દૂર પણ આકાશનો છેડો નથી એ પ્રમાણે.” એમ કહેતાં અતિ હર્ષમાં આવી જઈ ભૂપતિએ પૂર્વની જ શરતે ચોથુ “વર' અભયકુમારને દીધુ; અગર જો કે કેશુડાના વૃક્ષને તો ઘણે વર્ષે પણ ત્રણ જ પત્ર આવે છે.
પ્રદ્યોતરાય પાસે ચાર “વર' લેણા થયા એટલે બુદ્ધિના ભંડારઅભયકુમારે પોતાના મોક્ષ એટલે છુટકારાના ઉપાય વિષે નિશ્ચયપૂર્વક વિચાર કરી રાજા પાસે એ ચારે “વર' સામટાં માંગ્યાં; કારણકે એક ધનુષ્યધારી પણ સમ્યક પ્રકારે નિરીક્ષા કરીને જ બાણ છોડે છે. એમાં એણે એવી માગણી કરી કે-હે પ્રધોતભૂપતિ, (૧) હું નલગિરિ હસ્તિપર બેસું (૨) શિવાદેવી મને પોતાના ખોળામાં બેસાડે (૩) એ હસ્તિના તમે મહાવત થઈને એને ચલાવો અને એ સ્થિતિમાં (૪) અગ્નિભીરૂના કાષ્ટની રચેલી ચિતામાં હું પ્રવેશ કરું. અહીં કવિ ઉસ્પેક્ષા કરે છે કે અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ આઠમો)
૧૪3