________________
અભયકુમારે બરાબર સુંદર માગણી કરી કારણકે જે માણસ પોતે ઘસારો ખાવાને શક્તિમાન હોય છે તે જ બીજાને ઘસારો આપી શકે છે !
પણ અભયકુમારની એ ચારે માગણી-સાંભળીને આ રાજા તો હિમપાતથી ઠરી જાય એમ ઠરી જ ગયો. એણે પોતાના બંને હાથ જોડીને
કહ્યું, હે-અભયકુમાર ! હું; આ તેં જે માગ્યું તે આપવાને સમર્થ નથી; માટે હું તને છૂટો કરું છું; હવે તને જવાની રજા છે. તું ખુશીથી જા; તારું ભલુ થાઓ ! હજુ મારે તો રાજ્ય કરવાની ઘણી ઘણી ઈચ્છા છે. એ સાંભળી અભયે પણ મુછનો તાર દઈને એની સમક્ષ આકરી પ્રતિજ્ઞા કરી કે, હે ભૂપતિ ! તમે તો મને બકવૃત્તિથી ધર્મકપટ કરી અહીં ઉપડાવી લાવ્યા હતા; પણ હું તો તમને ધોળે દિવસે, સર્વ લોકનાં દેખતાં, તમે એક ગાંડા માણસની માફક રડ્યા કરશો છતાં ઉપાડી જઈશ. જો હું આ મારું બોલેલું પૂરેપૂરું ન પાળું તો સમજ્જો કે હું શ્રેણિકનો પુત્ર નહીં.
આમ વાત બન્યા પછી અભયકુમાર થોડા દિવસમાં પોતાની પત્નીવિદ્યાધરપુત્રીને લઈને રાજગૃહ આવ્યો. ખેદ બધો દુશ્મનને ઘેર રહ્યો. રાજગૃહે આવીને એણે, વિયોગાગ્નિથી તપી ગયાં હતાં અંગો જેમનાં એવા પોતાના માતપિતાને, પ્રદ્યુમ્નકુમારની જેમ, સંયોગરૂપી અમૃતની વૃષ્ટિથી, શીતળતા પમાડી. એમ કરતાં પિતાના ચરણકમળમાં ભ્રમરની લીલાએ કેટલોક કાળ પોતાની આ નગરીમાં આનંદથી વ્યતીત કર્યો; અથવા તો ખરું જ કહેવાય છે કે ડાહ્યા માણસોને ગુરુજન-વડીલોનું પડખું છોડવું બહુ ભારે થઈ પડે છે.
અનુક્રમે એકદા અભયકુમારે કામદેવની રાજધાનીઓ હોય નહીં એવી બે વેશ્યાપુત્રીઓને માલવપતિ પ્રદ્યોતરાજાને ઉપાડી લાવવા માટે રાખી; તે જાણે પોતાને ઉપાડી જનાર પેલી ગણિકાની સામે સ્પર્ધા કરીને જ હોય નહીં ! પછી એણે સ્વરાદિના જ્ઞાનવાળાની પેઠે ગુટિકાનો પ્રયોગ કરીને પોતાનો સ્વર બદલી નાખ્યો, અને સાથે વળી એક વણિક વેપારીનો વેષ લીધો. એમ કરી ઉજ્જયિનીમાં આવ્યો, ને ત્યાં રાજમાર્ગ પર એક વિશાળગૃહ રાખ્યું. ત્યાં અનેક પ્રકારના ઉત્તમ શૃંગારરૂપી તરંગોવાળી ગંગાનદી જેવી, ઉચ્ચ અને વિસ્તારવાળાં સુવર્ણ કુંભો સમાન કુચકુંભથી અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૨)
૧૪૪