________________
અભયકુમારે કૃતપુણ્યના કાર્યની સિદ્ધિને અર્થે ડબલ દ્વારવાળું એક દેવમંદિર કરાવ્યું–તે જાણે પેલી વૃદ્ધા શ્રેષ્ઠિનીને શોધી કાઢવાને કપટયંત્રની રચના કરાવી હોય નહીં ? વળી એમાં એણે સાક્ષાત્ કૃતપુણ્ય સદશ લેપ્યમયી પ્રતિમા કરાવીને સ્થાપના કરી. પછી સમસ્ત નગરમાં આકર્ષણમંત્રની જેવી ઉદ્ઘોષણા કરાવી કે-હે લોકો ! સ્ત્રી કે પુરુષ, બાળક કે બાળિકા, કુમાર કે કુમારિકા, તરૂણ કે વૃદ્ધ-સર્વેએ દેવમંદિરમાં વિજ્ઞહારિણી યક્ષપ્રતિમાનું પૂજન-વંદન કરવા અવશ્ય આવવું. નિમિત્તજ્ઞનું કહેવું એમ છે કે-નહીં આવી જાઓ તો સાત દિવસમાં કંઈ ભયંકર વિપ્ન ઉપસ્થિત થશે.
એ સાંભળી આફત આવી પડવાના ભયને લીધે પ્રજાજનો ત્યાં આવવા લાગ્યા. કહ્યું છે કે છળ કામ કરે છે એવું બળ કામ નથી કરતું. સમુદ્રમાં ભરતી સમયે જેમ જળના કલ્લોલ ઉછળે છે એમ લોકોનો સમૂહનો સમૂહ ઉછળી ઉછળીને યક્ષના દર્શન પૂજન-અર્થે ભરાવા લાગ્યા. ગવાક્ષમાં રહેલા અભય અને શ્રેષ્ઠીપુત્ર બંને જાણે આત્મસ્થ, કેવળજ્ઞાન અને કેવળદર્શન હોય નહીં એમ જતા આવતા સર્વ લોકોને જોવા લાગ્યા. લોકો આવતા ગયા એમ એક દ્વારે પ્રવેશ કરી, આપત્તિના નિવારણાર્થે યક્ષની પ્રતિમાનું પૂજન કરી, બીજે દ્વારે નીકળી જવા લાગ્યા; જેમ શૂન્ય ચિત્તવાળાનું એક કાને સાંભળેલું બીજે કાને થઈ નીકળી જાય છે એમ. એવામાં પેલી વૃદ્ધા શ્રેષ્ઠિની આવી. એની સાથે એની ચારે વધુઓ હતી અને એ વધુઓની આગંળીઓ, પાર્શ્વભાગમાં અને કટિપ્રદેશ પર બાળક પુત્રો હતા. એ સર્વને કુતપુણ્ય ઈશારો કરી અભયકુમારને ઓળખાવ્યા.
એવામાં તો કૃતપુણ્ય સમાન મૂર્તિ હતી તે આ આવેલા સૌની દષ્ટિએ પડી. એને જોઈને પોતાના પ્રાણપ્રિય પતિનું સ્મરણ થઈ આવવાથી સર્વે વધુઓના નયનમાંથી અશ્રુની ધારા વછુટી. વળી પુત્રો તો “અહો આપણા મહાભાગ્ય કે આજે આપણા પિતા ચિરકાળે આપણને મળ્યા” એમ બોલતા એની છેક પાસે જઈ ઊભા રહ્યા. બાળક શિશુઓ હતા એ તો
૧. આત્મામાં રહેલ. ૨. વસ્તુમાત્રને જાણવાની શક્તિ. ૩. વસ્તુમાત્રને જોઈ શકે એવી શક્તિ. અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ નવમો)
૧૮૭