________________
એ શ્રેણિક સારો છે કે પ્રથમ આપેલું છે તે પાછું લઈ લેતો નથી. કારણકે આ કલિયુગમાં એવા લોકો પણ દેખાય છે. એવા પણ કોઈ કૃતઘ્નપાપબુદ્ધિ લોકો હોય છે કે જેઓ પોતાનું કાર્ય પૂર્ણ થયા પછી પોતાના પર ઉપકાર કરનાર તરફ કેવળ બેદરકાર રહે છે એટલું જ નહીં પરંતુ એમને વિવિધ અને મોટા સંતાપમાં નાખે છે; પારધીઓ હરણોને ફાંસામાં નાખે છે તેમ. માટે આપણા એટલા પુણ્ય સારાં કે આવેલું ગયું નથી. કારણકે પોતાની મૂળ મૂડી હોય તે ન ખોઈ બેસે એને યે ભાગ્યશાળી સમજવો.” આમ મન વાળીને મણિકારના પુત્રો પોતપોતાના કામમાં જોડાયા. કારણકે કામધંધામાં જોડાવાથી કાર્યસિદ્ધ થાય છે; ખાલી ચિંતાથી કંઈ થતું નથી.
હવે (વાત એમ બની છે કે) મણીઆર આર્તધ્યાનમાં મૃત્યુ પામીને વાનરરૂપે અવતર્યો છે ને મોટો થયો છે તેથી આખા નગરમાં ફર્યા કરે છે, કારણકે આ જાતિ ક્યાંય પગવાળીને બેસતી નથી. એ કણિકની ભિક્ષાવૃત્તિ કરનારા બ્રાહ્મણની જેમ ઘેરઘેર, ફરતાં ફરતાં એકદા પોતાનો જ ઘેર આવ્યો; ચોપાટની બાજીમાં સોગઠી (ઘરમાં) આવે છે તેમ. ઘર તથા ઘરના માણસોને જોઈ એને વિચાર થયો કે મેં આ સર્વને ક્યાંય એકવાર જોયેલ છે. પરંતુ એક મંદ અભ્યાસીને ગ્રંથ યાદ આવતો નથી તેમ મને એ યાદ આવતું નથી.
આ પ્રમાણે ઉહાપોહ કરતાં એની આંખો મીંચાઈ ગઈ, અને સત્પુરુષોની લક્ષ્મીને જોઈને દુર્જનને થાય તેમ એને મૂર્છા આવી ને નીચે ભૂમિ પર પડી ગયો. એ જોઈ એના પુત્રો કહેવા લાગ્યા-આ વાનર બહુવાર સુધી આપણી સામું ને સામું જોઈ રહ્યો હતો, ને આપણને જોઈને જ કોઈ કારણથી એને એકદમ મૂર્છા આવી છે; બીમાર માણસને પિત્તના જોરથી થાય તેમ. પછી એમણે એને પોતાનો એક સંબંધી હોય એમ શીતળ પાણીનો છંટકાવ કર્યો અને પંખાવતી પવન નાખ્યો. એવામાં મૂર્છા વળવાથી વાનર ઊભો થયો. ખરે જ જળ અને વાયુ જ જગતને જીવાડનાર છે. વાનરને જાતિસ્મરણ જ્ઞાન થવાથી પોતાની ઓળખાણ આપવા સારુ એણે ભૂમિપર લખ્યું કે હું હાર સાંધી આપનારો તમારો પિતા મણીકાર અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ સાતમો)
૪૩