________________
છું. મારા કર્મોને અનુસારે આ ગતિમાં આવ્યો છું એ સાંભળી એના પુત્રોને, પ્રાણી માત્રને વિવિધ નીચયોનિને વિષે જન્મ આપનાર જે કર્મતેના તરફ અતિ ધિક્કાર ઉત્પન્ન થયો.
“અહો ! પ્રાણીને કોઈવાર દેવતા થયા પછી નરક્યોનિમાં જન્મવું પડે છે; રાજા થયો હોય ત્યાંથી શંકનો પણ અવતાર આવે છે; સકળશાસ્ત્રના વેત્તા-માંથી એક મૂર્ખમાં મૂર્ખનો, અને ચારે વેદ જાણનાર વિપ્રના અવતારમાંથી એક મ્લેચ્છનો અવતાર ભોગવવો પડે છે. એક વખત કામદેવ જેવું રૂપ હોય છે તેને બીજી યોનિમાં કદ્રુપો અવતાર પણ આવે છે. બહુ જ પવિત્રતા-સોચમાં રહેનારાને વિષ્ટામાં કૃમિપણે ઉત્પન્ન થવું પડે છે. સંસાર આવો છે તે જોતાં છતાં પણ પ્રાણીઓ એમાંથી નીસરી જવાનું મન જ કરતાં નથી. તેમ શરીર અને મનનાં અનેકાનેક દુ:ખોરૂપી કંદનો નાશ કરવાને દાવાનળ સમાન એવા ધર્મનો પણ તેઓ આશ્રય લેતા નથી.”
મણિકારના પુત્રો આપ્રમાણે ચિંતવન કરતા હતા, એવામાં વાનરે ફરીથી અક્ષરો લખ્યા કે “રાજાએ પાછળ આપવા કહેલું અર્ધલક્ષ દ્રવ્ય તમને મળ્યું કે નહીં ?” એટલે પુત્રોએ ખેદ સહિત કહ્યું કે “ઘણું મળ્યુંઆંગળ ભરીને નાકની ઉપર ! પાછળ રાજાએ અમને ફૂટી બદામ પણ આપી નથી; કારણકે માણસને શરમ ફક્ત આંખની જ છે.” એ સાંભળી વાનરને રાજા પ્રત્યે બહુ ક્રોધ થયો કે હવે મારે કંઈક ઉપાય કરવો પડશે. કહ્યું છે કે નાનાને પણ ક્રોધ થાય તે ભૂંડો છે. ત્યારથી એ વાનર પેલા હારને ઉપાડી લાવવાની ઈચ્છાએ છિદ્રો શોધવા લાગ્યો; કારણકે પરાક્રમ કરવાની શક્તિ ન હોય એવાને છળકપટ એજ પરાક્રમ. વાનરે અંતઃપુરની નજીકમાં વિશેષ વખત રહેવા માંડ્યું; કેમકે સ્થાને કે અસ્થાને જતાં તિર્યંચને કોઈ રોકતું નથી.
એકવાર રાજહંસી સમાન સુંદરગતિવાળી અને હાર-કુંડળ-કેયૂર વગેરે આભૂષણો પહેરેલાં હોવાથી વિશેષ શોભી રહેલી ચેલ્લણારાણી ક્રીડા કરવાને માટે એક દાસીને સાથે લઈ રાજાના અશોક બાગને વિષે ગઈ; કારણકે ચંદ્રમા પણ એક જ કળાથી સંતુષ્ટ નથી રહેતો, હંમેશા વિશેષ વિશેષ કળા વધારતો જાય છે. પોતાને જળને વિષે ક્રીડા અર્થે ઉતરવું હતું
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૨)
୪୪