________________
બોલવું, (૩) ચોરી ન કરવી, (૪) પરસ્ત્રીગમન ન કરવું, (૫) પરિગ્રહ– દ્રવ્યાદિ-નું પ્રમાણ કરવું, (૬) દિશાઓનું પ્રમાણ-જવા-આવવાનું માપ બાંધવું, (૭) ભોગ-ઉપભોગની વસ્તુઓનું પ્રમાણ કરવું, (૮) અનર્થદંડનો ત્યાગ કરવો, (અનર્થના કાર્યોમાં આત્માને પ્રવર્તાવવો નહીં,) (૯) દરરોજ (બે ઘડી) સામાયિક કરવું, (૧૦) દેશાવગાસિક કરવું. (છઠ્ઠ અને સાતમા વ્રતમાં જે પ્રમાણ બાંધવાનું કહ્યું છે એ પ્રમાણનો પ્રતિદિન સંક્ષેપ કરવો,) (૧૧) પર્વ-તિથિએ પૌષધ કરવો (અષ્ટમી, ચતુર્દશી આદિ પર્વતિથિઓ કહેવાય છે-તે દિવસોએ આહાર, શરીરની શુશ્રુષા અને સાવધ વ્યાપારનો ત્યાગ કરી બ્રહ્મચર્ય પાળવાપૂર્વક ધર્મક્રિયા કરવી,) (૧૨) સુપાત્રે દાન દેવું (સાધુ, શ્રાવક આદિ સુપાત્ર અતિથિને દેશકાળનો વિચાર કરીને ભક્તિપૂર્વક અન્ન જળ આદિ આપવું)-આ બાર, શ્રાવકનાં બારવ્રત
કહેવાય છે.
૨૧૯. ૪. આલોચના. થયેલા દોષોનું સ્મરણ, પશ્ચાત્તાપ અને પ્રાયશ્ચિત્ત.
૨૧૯. ૯. પરમાધાર્મિક, પાપી પ્રાણીઓને એમના પાપની શિક્ષા કરનારા પરમ અધાર્મિક દેવો.
૨૧૯. ૧૩. કદર્થના. તીવ્ર વેદના.
૨૨૩. ૩. પ્રાસાદ. જિનમંદિર.
૨૨૩. ૭. ગુણશ્રેણિ. આને માટે જુઓ આ પરિશિષ્ટમાં પૃષ્ઠ ૮૭ પંક્તિ ૦૬. ઉપરનું ટિપ્પણ.
૨૨૪. ૭. શિબિકા. પાલખી.
૨૨૪. ૨૪. ગણધર. ગણ-શિષ્યસમૂહ-ને વિષે મુખ્ય-મુખ્ય શિષ્ય. ૨૨૫. ૪. પ્રાંતે આરાધના કરવી. પ્રાંતે-છેવટે-મરણસમયે આરાધના-મોક્ષની આરાધના કરવી-મોક્ષ પ્રાપ્ત કરવાના ઉપાય લેવા. આરાધનાના દશ અધિકાર-પ્રકાર છે; (૧) વ્રત લઈને ભાંગ્યું હોય એનું ગુરુ પાસે પ્રાયશ્ચિત્ત લેવું, (૨) ગુરુ સમક્ષ (કંઈ નવું) વ્રત લેવું, (૩) સર્વ અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (પરિશિષ્ટ-ટિપ્પણી-શુદ્ધિપત્રક)
૨૩૯