________________
કર્યા ત્યારથી જ આ સર્વસિદ્ધ ત્રયોદશીની ઉત્પત્તિ થઈ છે ! એમ અમને લાગે છે. વળી તમારો જન્મ થયો કે તરત જ દેવતાઓ તમારો જન્માભિષેક કરવાને તમને મેરૂ પર્વત પર લઈ ગયા તે વખતે ઈન્દ્રની શંકા દૂર કરવાને માટે, જે માસની ઉજ્વળ ત્રયોદશીને દિને, તમે લીલામાત્રમાં જ, એ મેરૂપર્વતને કંપાવીને, જે ચિત્ર કરી બતાવ્યું તેના જ યોગથી એ માસ ચૈત્ર માસ કહેવાય છે એમ લાગે છે. હે જિનદેવ ! કોઈ માણસ પોતે એકાકી છતાં એક દુર્ગ ગ્રહણ કરે તેમ, તમે પણ, એકલા જ, જે માસની ઉજ્વળ દશમીને દિવસે, નિર્વાણ માર્ગના શીર્ષ જેવું ચારિત્ર ગ્રહણ કર્યું, તે માસનું માર્ગશીર્ષ નામ યોગ્ય રીતે જ પડેલું છે. હે પ્રભુ ! ઉત્તમ શુકલધ્યાન રૂપી વૈશાખ વડે, ઘાતિકર્મ રૂપ મહાસાગરને વલોવીને, જે માસની ઉજ્વળ દશમીને દિને તમે, જન્મ-જરા-અને મૃત્યુને નિવારનારું કેવળ-જ્ઞાનરૂપી અમૃત ગ્રહણ કર્યું તે માસનું વૈશાખ-એવું નામ યોગ્ય રીતે પડેલું છે. હે પ્રભુ તમારા પાંચે કલ્યાણકો વળી ઉત્તરાફાગુની જેવા ઉત્તમ નક્ષત્રોને વિષે જ થયા છે. કહેવત છે કે જેનું લેણું હોય એ લે.” હે પ્રભુ ! તમારું નિર્વાણ કલ્યાણક કઈ પવિત્ર તિથિએ થશે એ મારા. જેવો, પ્રત્યક્ષ હોય એટલું જ જાણનારો, જાણી શકે નહીં. હે પ્રભુ ! આ પ્રમાણે મેં તમારા છ કલ્યાણકો ગણાવીને તમારા યત્કિંચિત ગુણગાન કર્યા છે તો હવે મારા પર છ ભાવશઓ પર હું સદ્ય વિજય મેળવું એમાં કરો.”
| જિનદેવની આ પ્રમાણે (ઊભા ઊભા) સ્તુતિ કરી, શ્રેણિકરાજા પ્રભુનું વ્યાખ્યાન શ્રવણ કરવા પરિવાર સહિત પોતાને સ્થાનકે બેઠા.
એવામાં, એ દિવસને પુણ્યરૂપ માનતો પુણ્યાત્મા કૃતપુણ્ય પણ પોતાનાં
૧. વિચિત્ર-આશ્ચર્ય.
૨. રવાયો. ૩. આત્માના ગુણોનો ઘાત કરનાર કર્મ. ૪. કલ્યાણકારી પ્રસંગો. ૫. સર્વ તીર્થકરોના કલ્યાણકારો પાંચ હોય; ચ્યવન, જન્મ, દીક્ષા, કેવળજ્ઞાન અને મોક્ષ. મહાવીર ત્રિશલામાતાની કૃષિએ આવ્યા પહેલાં દેવાનંદા બ્રાહ્મણીની કુક્ષિએ આવ્યા-એ આશ્ચર્યને એક કલ્યાણક ગણીને અહીં છ કહ્યાં. ૬. કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને મત્સર-એ છે. ભાવશત્રુ એટલે અભ્યન્તર શત્રુ.
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૨)
૧૯૪