________________
એના નાના પ્રકારની રચનાવાળા પહોળા અને લાંબા પગથીયાની શ્રેણિ પણ બહુ શોભી રહી હતી. એ પગથીયા પર ચઢનારાઓને સદા મોક્ષ મહેલના શિખર પર રહેતા હોય એમ જણાતું હતું-એ ખરે જ વિચિત્રતા હતી. શોભિતી બારસાખ, સુંદર કમાડ અને ઉત્તમ ઉત્તરંગવાળા, તેના ત્રણે બાજુએ આવેલા ઊંચા અને પહોળા દ્વારા જાણે મનુષ્ય, દેવતા અને સિદ્ધની સગતિના દ્વાર હોય નહીં એમ વિરાજી રહ્યા હતા. એ મંદિરમાં વળી જાણે જિનધર્મી રાજા-શ્રેણિકના કીર્તિસ્તંભો હોય નહીં એવા જે શ્વેતા અને ઉન્નત સ્તંભો હતા તે “ચંદ્રમાં એક જ છે.” એ વાતને અસત્ય ઠરાવવાવાળા જાણે અનેક ચંદ્રમા હોય નહીં એવા (શોભાયમાન) જણાતા હતા. વળી ત્યાં એકદમ ઉત્કૃષ્ટ કારીગરીથી ભરેલા, બંને બાજુએ મુખવાળા કેસરી-શુક આદિના ચિત્રામણવાળાં, જાણે કોઈ સંઘ પ્રવેશના મહોત્સવ પ્રસંગે રચાયેલાં હોય નહીં એવાં, લક્ષ્મીની પ્રતિકૃતિઓ રૂપ, તોરણો સ્તંભોની વચ્ચે વચ્ચે બહુ જ શોભા આપતા હતા.
વળી ત્યાં સુવર્ણકળશયુક્ત પ્રેક્ષામંડપ, અક્ષતત્રિકમંડપ અને વિયતમુખમંડપ-એ ત્રણ મંડપો બહુ શોભી રહ્યા હતા. તે જાણે તીર્થકર મહારાજાએ કર્મ પરિણામ" રાજાનો પરાજય કરીને એની પાસેથી લઈ લીધેલાં શ્રેષ્ઠ પટ્ટફટી–ગ્રહો હોય નહીં ! આ મંડપમાં વળી સીલીંગમાં, પત્રોએ સહિત, દીર્ઘ, વિતાન નામના કમળો લટકતા બનાવેલા વિરાજી રહ્યા હતા તે જાણે સંસારકૂપમાં પડેલા-જીવોનો ઉદ્ધાર કરવાને હસ્તનું અવલંબન આપતાં હોય નહીં ! વળી ચરણને વિષે કડાં, કર્ણને વિષે કુંડળો અને હસ્તને વિષે કંકણોથી ઉત્કૃષ્ટ સૌંદર્યવતી દેખાતી પુતળીઓની રચના પણ ત્યાં દષ્ટિએ પડતી હતી ! કેટલીકના હસ્તમાં તો ધનુષ્ય, ભાલાં, તલવાર, ચક્ર, તીર, ત્રિશૂળ, ગદા આદિ શસ્ત્રો દેખાતાં હતાં તે જાણે મોહરાજારૂપ ભીલનો નાશ કરવા માટે જ હોય નહીં ! વળી કોઈ
૧. સુવર્ણકળશ મંડપમાં મૂકેલા, અને તંબુઓની ટોચપર રહેલા ૨-૩-૪ જિનમંદિરને વિષે આવા મંડપો હોય. ૨. =રંગમંડપ; ૩. =રંગમંડપની આગળનો મંડપ-અક્ષાટક; ૪. =ચારે દિશામાં ખુલ્લો મંડપ, ૫. “ઉપમતિ ભવપ્રપંચા' કથામાં વર્ણવેલ આ “કર્મ પરિણામ' રાજા સકળ કર્મોનો સમૂહ. ૬. વસ્ત્રના ગૃહો તંબુઓ. અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ આઠમો)
૧૦૯