________________
પ્રકાશ મંદ પડવા લાગ્યો કારણ કે સ્નેહનો નાશ ક્યાંય પણ અભ્યદયનો હેતુ થતો નથી. તે વખતે શય્યાની પરિચારિકા દાસીએ “મારો રાજા અંધકારને વિષે કેવી રીતે રહેશે.” એમ વિચારીને દીપકને વિષે તેલ પૂર્યું. (અહો ! અજ્ઞાન જનોનું આચરણ ખરેખર દુઃખદાયક હોય છે.) તેલ પૂરાવાથી ભવનની અંદર સર્વત્ર પ્રકાશ થઈ રહ્યો; લિંગવતી' નામની પરિભાષા-ટીકાથી શાસ્ત્ર જેમ પ્રકાશમાન થઈ રહે છે તેમ. એવામાં ધર્મ રાત્રિને સમયે “આ રાજાના દયને વિષે ભાવદીપક દીપી રહ્યો છે માટે હવે મારું શું પ્રયોજન છે એમ જાણીને જ જાણે દીપક જતો રહેવા લાગ્યો. એટલે પેલી દાસીએ મારા રાજાની પેઠે ગુણવાળો અને અંધકારનો નાશ કરવાની શક્તિવાળો આ દીપક (મારા રાજાના તરફ) સ્નેહ (પ્રેમ) ઘટાડતો જણાય છે એમ ધારીને જ જાણે એમાં સ્નેહની વૃદ્ધિ કરી (તેલ પૂર્યુ), અને દીવેટ પણ સંકોરી તેથી દીપક વિશેષ પ્રકાશ કરવા લાગ્યો-તે જાણે રાજાના ધ્યાનરૂપી દીપકની સાથે સ્પર્ધા કરવાને જ હોય નહીં ! રાજા ચઢતે પરિણામે ધ્યાનની કોટિ પર આરોહણ કરવા લાગ્યો એવામાં ચોથા પહોરનો સમય થયો અને દીપક વળી ઝાંખો થવા લાગ્યો. અહો ! આ જગતમાં આપત્તિ વધવા માંડે છે ત્યારે કેટલી વધે છે ? દાસીએ તો રાજાને વિષે વત્સલતાને લીધે વળી દીવામાં તેલ પૂર્યું ! કહેવત છે અજ્ઞાન લોકની ભક્તિ મર્કટે કરેલી ભક્તિના જેવી છે દીવો તો તેલ પૂરાયાથી “હું તો હવે સર્વ વિપત્તિ ઉલ્લંઘી પાર ગયો.” એમ મહાહર્ષ સહિત જણાવતો હોય નહીં એમ ચોમેર પ્રકાશ ફેંકતો ઝળઝળાટ બળવા લાગ્યો.
આ વખતે ભવદુઃખનો ભીરૂ નરપાળ પણ વિશેષ ભાવના
૧. સ્નેહ=(૧) તેલ (૨) પ્રેમ. ૨. અભ્યદય (૧) ઉજાશ. (૨) ઉદય. ૩. અમુક વાક્યમાં અમુક શબ્દનો અર્થ અમુકજ થવો જોઈએ એવો જેમને લીધે નિશ્ચય થઈ શકે એવા કેટલાક સંયોગ, વિયોગ, સાહચર્ય આદિ લક્ષણો છે તે લક્ષણોમાંનાં એકનું નામ લિંગ છે. અને એ લિંગવાળી ટીકા તે લિંગવતી ટીકા. ૪-૫ રાજાપક્ષે ગુણરસગુણ; અંધકાર=અન્યાય. દીપકપણે, ગુણ-દીવેટ, અંધકાર=અંધારું. અહીં પણ “શ્લેષ” છે.
૬. ભયવાળો.
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ છઠ્ઠ)