________________
યવ લીધા હશે ? એ શાંતચિત્તવાળા અને ઈન્દ્રિયોને દમન કરવાવાળા જણાય છે, એટલે ચોક્કસ નિલભી હોવા જોઈએ. અથવા તો એમણે એ લીધા પણ હોય કારણ કે કંચન ને કામિનીનો કોને લોભ નથી હોતો?
એમ વિચારીને એણે મુનિને આદરપૂર્વક પૂછ્યું-અહીંથી યવ કોણે લીધા તે કહો. કારણકે હમણાં જ અહીં તમારી નજરે હતા એ તમે જાણો. છો. મુનિ જાણતા હતા છતાં કૌંચ પક્ષી તરફ દયાભાવ ધરાવીને સોનીને કાંઈ પણ પ્રત્યુત્તર આપ્યો નહીં; કારણકે સાધુપુરુષો પરને પીડા ઉત્પન્ન કરે એવાં વાક્યો બોલવા કરતાં મુંગા જ રહે છે. એટલે સોની તો મુનિને ચોર સમજીને જાણે પોતાને જ પાપકર્મથી વીંટાળતો હોય એમ એના મસ્તકની આસપાસ ભીનો કરેલો ચામડાનો કટકો (વાઘરી) વીંટાળવા લાગ્યો. છતાં મુનિએ એને “યવ કૌંચપક્ષી ચરી ગયો છે” એ વાત જણાવી નહીં. આમ મુનિ મૌન રહ્યા એટલે તો સોનીએ એને મસ્તકે પેલું ચામડું કસકસાવીને બાંધ્યું. એથી એમના મર્મ અતિનિષ્ફરપણે ભેદતાં હોય એવી દુઃસહ પીડા મુનિને થઈ. છતાં લેશમાત્ર ક્રોધ ન થયો, એટલું જ નહીં પણ ઊલટી એના પ્રત્યે કરૂણા ઉત્પન્ન થઈ; કારણકે મહાત્મા પુરુષોની આવી જ રીત હોય છે. “હું આ પૃથ્વીપર હોત નહીં, તો આ સોનીની આમ મારા તરફ દુષ્ટ વર્તણુક થાત નહીં કારણકે ચિત્રકારથી કાંઈ ગગનને વિષે ચિત્ર આલેખાતું નથી. મારે માટે એને આવા કાર્યમાં પ્રયોજાવું પડ્યું એટલે એમાં ખરું કહીએ તો મારો જ દોષ છે. લીંબડાની પાસે રહેલા આમ્રવૃક્ષમાં જો કડવાશ આવે તો તે લીંબડાનો જ દોષ. જો એ સોની મને આવો ઉપસર્ગ ન કરે તો મને ક્ષમાની તક મળે જ ક્યાંથી ? કેમકે કસોટી પર ઘસાયા વિના વિદ્યુમ-પરવાળાનું તેજ દેખાવામાં આવતું નથી. મને આજે ઘણે દિવસે કોઈ દૈવયોગે જ ક્ષમા કરવાનો આવો અવસર મળ્યો છે. આવે પ્રસંગે ક્ષમા કરવી તેજ (સાચી) ક્ષમા છે. અન્યથા નહીં. એની કૃપાથી મને ક્ષમા કરવાની ઉત્તમ તક આવી રીતે પ્રાપ્ત થઈ તેથી એ મારો કેવળ ઉપકારી થયો છે; અને તે મારે એક ધર્મગુરુની સમાન પૂજ્ય છે. પણ મને એટલું મનમાં બહુ સાલે છે કે એ મારે નિમિત્તે અગાધ ભવસમુદ્રમાં પડશે અને ત્યાં એને અત્યંત વેદના
૩૪
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૨)