________________
એ દ્રવ્યની થેલી અને માર્ગમાં વારાફરતી અકેક જણ રાખતા હતા. કારણકે ઘાંચીની ઘાણીમાં પણ બળદો વારાફરતી ઘાણી ફેરવે છે. એવામાં મારી પાસે એ થેલી હતી તે વખતે પાપલોભને વશ થઈ મેં વિચાર્યું કે “ભાઈનો વધ કરીને સર્વદ્રવ્ય હું એકલો લઈ જાઉં,” કારણકે ભાખંડ જેવા પક્ષીઓ પણ ભક્ષને પોતપોતાના મુખ ભણી આકર્ષે છે. મારા ભાઈની પાસે એ દ્રવ્ય હતું ત્યારે એને પણ એવો જ વિચાર આવ્યો હતો. કારણકે રસ આપણી પાસે નથી હોતો (ને બીજાની પાસે હોય છે) તોયે આપણને એની ગંધ તો આવે છે. આવાં અમારા બંનેના પરિણામ થયા એટલે અરસપરસ શત્રુતા ધારણ કરતા અમે વૈતરીણી જેવી જ ગંધવતી નદીની પાસે આવ્યા. એ નદીની વચ્ચે જળની શેવાળથી ભરેલો, નાના પ્રકારના મલ્યોથી સંપૂર્ણ, મોટો, નરકાવાસ (નારકી) જેવો એક ધરો છો. ત્યાં અમે પરિશ્રમ ટાળવા સુખે બેઠા. કારણકે મુસાફરો આવે રસ્તે જળ ભાળે છે. ત્યારે સ્વર્ગસુખ મળ્યું માને છે.
બાહ્ય શરીરનો મેલ, અને દુર્ગાનથી ઉત્પન્ન થયેલ અભ્યત્તર મેલ-એ બંને મેલ કેમ સહન થાય એટલા માટે જ જાણે અમે બંને ચોળી ચોળીને, ન્હાવા મંડ્યા. એટલે કર્મરૂપી મેલ જતો રહેવાથી જ હોય નહીં એમ મને શુભ વિચાર આવ્યો કે મારો સહોદરભાઈ મારા તરફ નિરંતર અત્યંત વત્સલ છે છતા મેં પાપીએ બહુ અનિષ્ટ ચિંતવ્યું ! નિસંશય અમારી પાસે છે તે અર્થ (દ્રવ્ય) નથી પણ કેવળ અનર્થ છે. જે વસ્તુને જે રૂપે જોઈએ છીએ તે રૂપે તેની વ્યવસ્થા કરવામાં આવે છે. માટે મારા જ ભાઈનો વધ કરવાથી બુદ્ધિ ઉત્પન્ન કરનારા આ દ્રવ્ય ત્યજી જ દેવું જોઈએ. ખગ છે તે હંમેશા અનર્થનું કારણ છે તે ભલેને સોનાનું હોય તોયે કામનું નથી-ત્યજી દેવા યોગ્ય છે. એમ વિચારીને મેં થેલીને ધરામાં પડતી મૂકી; કારણકે સર્પ પણ પોતાને પીડા સાન થઈ પડતી કાંચળી ફેંકી દે છે.
એ જોઈને શિવદત્તે કહ્યું-ભાઈ ! તેં આ આપણને હાનિકારક અને લોકોમાં હાંસી ઉપજાવનાર, બાળક કરે એવું કાર્ય કેમ કર્યું ? ઊંચા મહેલના શિખર પર એક મોટી શિલાને ઘણે કષ્ટ લઈ જઈ તેને મૂર્ખ માણસ પાછી નીચે ભૂમિ પર પડતી મૂકે તેના જેવું તે આ કર્યું છે. આટલે અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ સાતમો)
પ3.