________________
માર્ગ સ્વીકાર્યો છે, કારણકે દુર્માર્ગે ચાલનાર સર્વ કોઈ અધોલોકમાં જાય છે. તમે દીક્ષા લીધી તેથી તમે જ તત્ત્વને ઓળખ્યું છે એમ કહેવાય. અથવા તો અતિ કઠિન એવી ત્રયાશ માત્રા નો અવબોધ કોઈક ભાગ્યશાળીને જ થાય છે.
મુનિની સાથે આ પ્રમાણે ધર્મચર્ચા કરતા રાત્રિ જતી રહી (પૂરી થઈ.) અથવા તો અંધકારથી કલુષિત થયેલાઓને ધર્મચર્ચા રચતી નથી. મારા જેવો જ્યોતિરૂપ કલાનિધિ વિદ્યમાન છતાં રાજપુત્રને હાર ન જ જડ્યો માટે મને ધિક્કાર છે ! એમ ખેદ કરતો ચંદ્રમા પણ અસ્ત પામ્યો. વળી નક્ષત્રો પણ એક પછી એક ઝાંખા થવા લાગ્યા. કારણકે વૃદ્ધ એટલે મોટેરાના જવા પછી શેષ જે નાનેરા રહે છે તે ગ્રહોની પેઠે કદિ સ્કુરાયમાન થતા નથી. પછી વિદ્ગમ એટલે પરવાળાના જેવી લાલ કાંતિવાળી સંધ્યા ઉદય પામી વિરાજવા લાગી; જાણે પોતાના પ્રિય સૂર્યદેવના આગમનને લઈને કસુંબાના વસ્ત્રો પહેરીને તૈયાર થઈ રહી હોય નહીં એમ.
આ વખતે સ્વસ્થાને જવાને તૈયાર થયેલો અભયકુમાર મુનિઓને વંદન કરી ઊભો થયો. અથવા તો ધર્મનીતિ પણ કોઈ વખત રાજનીતિની સમાન હોય છે. ઉત્તમ મંત્રો જેવા પવિત્ર સાધુઓના આવાં આવાં ચરિત્રોનું ચિંતવન કરતો તે જેવો વસતિની બહાર નીકળ્યો તેવો જ સૂરિમહારાજાના કંઠપ્રદેશને વિષે રહેલો હાર એની દષ્ટિએ પડ્યો. એને એ વખતે અત્યંત હર્ષ થયો. જેના ગુમ થવાથી તેની જિંદગી સંશયમાં આવી પડી હતી તે (વસ્તુ)ની પુનઃ પ્રાપ્તિથી એને આનંદ કેમ ન થાય ? (થવો જ જોઈએ.) એ હારને માટે એણે સાત સાત દિવસ સુધી અનેક ઉપાયો યોજ્યા હતા છતાં વંધ્યાપુત્રની જેમ એની ક્યાંય ભાળ લાગી નહોતી. પણ આજે કયાંથી વિના ઉપાયે મળી ગયો. ખરું જ કહ્યું છે કે ઉદ્યોગ નથી ફળતો; સમય જ ફળે છે.
અહો ! ઉત્તમ મુનિઓની કોઈ અસાધારણ નિર્લોભતા હોય છે. આકાશની સ્ફટિકમણિના જેવી સ્વચ્છતા ક્યાં દષ્ટિગોચર થાય ? આવો હાર જોઈને અન્ય કોણ જવા દે ? સ્વાદિષ્ટ ફળ કોણ મુખને વિષે ન મૂકતાં, પાછું ઠેલે છે ? સકળ જગતને વિષે દેવ, દાનવ, મનુષ્ય કે પશુઅભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ સાતમો)