________________
દિવસ પ્રયત્નશીલ રહેવું. અભયદાન આપવાથી મનુષ્ય દીર્ધાયુ, નીરોગી, જનવલ્લભ, કાન્તિમાન, શક્તિમાન, રૂપવાન અને સર્વાગસંપન્ન થાય છે.”
ચાર પ્રકારનાં દાન ગણાવ્યાં-એમાં ત્રીજો પ્રકાર ધર્મોપષ્ટભદાન છે. એના પાંચ ભેદ છે; દાયકશુદ્ધ, ગ્રાહકશુદ્ધ, દેવશુદ્ધ, કાળશુદ્ધ અને ભાવશુદ્ધ. એ દાનનો આપનાર ખેદરહિત, મદરહિત અને અપેક્ષારહિત હોય, તથા જ્ઞાનયુક્ત, વિનયયુક્ત અને શ્રદ્ધાયુક્ત હોય તો એ દાન દાયકશુદ્ધ કહેવાય છે. વળી એ દાનનો લેનારો-ગ્રાહક પાપવ્યાપારથી વિમુખ હોય, નગર કે ગામમાં આવાસ વગેરેને વિષે મમત્વ વગરનો હોય, ત્રણ પ્રકારના ગૌરવ વિનાનો હોય, સુગુપ્ત હોય, સમિત હોય, નિર્મદ હોય, જ્ઞાન-દર્શન-ચારિત્રથી યુક્ત હોય, તપોનુષ્ઠાનને વિષે તત્પર હોય, અને સંયમના સત્તરે ભેદનું અખંડ પરિપાલન કરતો હોય-તો એ દાન ગ્રાહકશુદ્ધ કહેવાય છે. આહાર પાત્ર, અને વસ્ત્રાદિક પ્રાસુક, એષણીય અને ન્યાયોપાર્જિત હોય તો એ દાન દેયશુદ્ધ કહેવાય છે. પ્રસ્તાવે એટલે યોગ્યકાળે દાન આપવું એ કાળશુદ્ધ દાન છે; કારણકે અકાળે દાન દેવા જઈએ એનો ગ્રાહક ક્યાંથી મળે ? વળી “અહો ! આજ તો સકળગુણસંપન્ન પાત્ર મળ્યું ! મારું મન બહુ ઉલ્લાસ પામે છે ! મારું દ્રવ્ય સત્યમેવ ન્યાયોપાર્જિત છે ! મારું જીવિત ધન્ય છે ! મેં પૂરાં પુણ્ય કર્યા છે ! કે મારા જેવાનું દ્રવ્ય આવા સુપાત્રના ઉપયોગમાં આવે છે.” આવી આવી ભાવના સહિત સુપાત્રદાન દેવાય એનું નામ ભાવશુદ્ધ દાન છે. કાયા વિના ધર્મ થઈ શકતો નથી, અને અન્નાદિક વિના કાયા નભતી નથી; માટે વિચક્ષણ મનુષ્યોએ આ ધર્મોપષ્ટભદાના નિરંતર દેવું. એ દાન દેનારા પુણ્યાત્મા જીવો એથી તીર્થવૃદ્ધિ કરે છે; અને તીર્થ વૃદ્ધિને લીધે પ્રાણીઓ પ્રબુદ્ધ થાય છે. આમ બાબત છે ત્યારે
૧. ધર્મકાર્ય કરવાને માટે ઉપખંભ-આધાર-રૂપ વસ્તુઓનું દાન.
૨. રસગૌરવ, ઋદ્ધિગૌરવ, સાતાગૌરવ. (ગૌરવ=મોટાઈ). ૩. મન, વચના અને કાયાને ગુપ્તિ-અંકુશ-માં રાખનાર. ૪. સમિતિ-સમ્યક પ્રવૃત્તિ-વાળો. વિશેષ માટે જુઓ પ્રથમ ભાગ પૃષ્ઠ ૭ની ફૂટનોટ-૩. અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ નવમો)
૨૦૧