________________
કેવળ રાક્ષસી વૃત્તિથી પરણ્યો હતો; કારણકે કામી જનોને વિચાર હોતો નથી. એકદા મારી સ્ત્રીને તેડવા હું મારે સાસરે ગયો કારણકે જમાઈઓ સાસરું જાણે પોતાનો ધનમાલનો ભંડાર હોય એવું ગણે છે. અમે ક્ષત્રિયો સહાય આપનારા કહેવાઈએ માટે મારે માર્ગે જતાં સહાયક-સહચર શાનો જોઈએ એમ ધારી હું એકલો જ હાથમાં ફક્ત તલવાર લઈને નીકળ્યો હતો. રસ્તામાં મહાકાળ નામનું એક અત્યંત ભયાનક સ્મશાન આવ્યું; તે જણે પૃથ્વીપર આવી ચઢેલી “રત્નપ્રભા” નારકી જ હોય નહીં !
તે વખતે સૂર્ય પશ્ચિમ સમુદ્રમાં ડુબવા (અસ્ત પામવા) લાગ્યો પણ તેના સહસ્ર કર કહેવાય છે તેમાંથી કોઈએ પણ એનો બચાવ કર્યો નહીં. પછી, રાગસહિત અસ્ત પામતા સૂર્યમંડળનું જાણે આલિંગન કરવાથી હોય નહીં એમ સંધ્યાનો રક્તવર્ણ થયો ! અથવા “આ સ્મશાનમાં ઘણા માણસો એકસાથે આવે છે તો પણ ભય પામે છે, છતાં હે વહાલા ! તું ત્યાં એકલો નિર્ભયપણે ક્યાં જાય છે ? આમ રોષ કરીને બોલવાથી જ હોય નહીં, એમ સંધ્યા રક્તવર્ણી થઈ !”
આ સ્મશાનનું નામ લેતાં ભય ઉત્પન્ન થતો હતો અને સાક્ષાત્ દૃષ્ટિએ પડતાં તો બીકણના પ્રાણ જ ઊડી જતાં. કારણકે ત્યાં કોઈ સ્થળે અનેક નધણીયાતા કલેવર દૃષ્ટિએ પડતા હતા. કોઈક સ્થળે યમરાજાના પથ્થરના દડા હોય નહીં એવા કપાળોના ઢગ પડ્યા હતા તો કોઈક સ્થળે એના યશના સમૂહ હોય નહીં એવા અસ્થિના ઢગલા પડ્યા હતા. ક્યાંક ચર્મ-રક્ત-વસા અને માંસ આદિ પડ્યા હતા તેથી તે મ્લેચ્છખાટકીના ઘર જેવું દેખાતું હતું. વળી કોઈ જગ્યાએ શૂળી ખોડી મૂકી હતી અને કોઈ જગ્યાએ ઘુવડના નાદ સંભળાતા ને ભૂત નાચતા હતાં. કોઈ જગ્યાએ પિશાચોની ભયંકર ચીસ સંભળાતી હતી, તો કોઈ જગ્યાએ હાથમાં છરી લઈને ફરતી ડાકણો દૃષ્ટિએ પડતી હતી. ક્યાંક ચિંતાના અગ્નિનો ઉદ્યોત તો ક્યાંક ગાઢ અંધકાર નજરે પડતો હતો. કોઈ જગ્યાએ ભેંસ-ભ્રમર અને મસી સમાન ગાઢ કૃષ્ણવર્ણવાળા વેતાળ દેખાતા હતા તો કોઈ સ્થળે મહાભયંકર શિયાળની બૂમો સંભળાતી હતી.
સાધુ કહે છે, હે મંત્રીશ્વર ! આવા એ સ્મશાનમાં મેં એ સ્મશાનની અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૨)
૭૨