________________
युगवीर आचार्य કારણ વિષયને બહલાવાની શકિત, પ્રસંગોના વૈવિધ્યને રસમયે કરવાની આવડત અને હકીક્તના મુદ્દામ નિરૂપણનું સ્પષ્ટ અંતરદન જણાવે છે.
કોઈ પણ વ્યક્તિની તુલના કરવામાં અનેક પ્રસંગોને આબય લેવાનું હોય છે, પણ સાધુપુરુષનાં ચરિત્રમાં તે એનું ચારિત્ર કેવા પ્રકારનું છે, એના પ્રયાસ અને આદર્શને સુમેળ કેટલો મળે છે. એમાં બાહ્ય દેખાવ કરતાં અંતરની ધગશને કેટલું સ્થાન મળ્યું છે અને આત્મનિમજજનને અને પરહિતને કેવી આદર્શ રીતે સમજાવી શકાય છેઃ એ ધોરણે જ એની પરીક્ષા કરી શકાય. સાધુજીવનમાં ધમાલને સ્થાન ન હોય, દંભને અવકાશ ન હોય, પરોપકાર વૃત્તિને જ પ્રાધાન હેય, દાક્ષિણ્ય ઉન્નત પ્રકારનું હવા સાથે એમાં આત્મા વૃત્તિ હેય અને પોતાની ફરજના ખ્યાલની પાછળ ભારે પરિવહ-ઉપસર્ગ સહન કરવાની નિર્લેપ ભાવના હોય. આવી વૃત્તિ હોવી અતિ મુશ્કેલ છે, જનતાના સામાન્ય વ્યવહારથી પર છે અને અતિ ઉદાર હાવી છતાં વ્યવહરવામાં દઢ નિર્ણય, આત્મવિશ્વાસ અને સતત ઉદ્યોગશીલતા માગી લે છે. આ અતિ વિશિષ્ટ ગુણગણને જાળવવો, સ્વીકાર સમજવો, પચાવવો અને જીવો જેટલો મુશ્કેલ છે, તેટલા જ તેને સમજ, સમજાવો અને નવલના આકારમાં રજૂ કરે અઘરો છે.
લેખકની આખી શૈલી આ દષ્ટિએ વિચારતાં ઘણી હિમંદ થયેલ દેખાય છે, એ અતિ ગૌરવની બાબત છે. અતિ રસહીન દેખાતા ચરિત્રને સુવાચ્ય અને રસમય બનાવવાના એકેએક પ્રસંગમાં લેખકની વિશિષ્ટતા તરવરી આવે છે અને ગ્રંથની મહત્તામાં પૂરતો વધારે કરી આપે છે. અને વિચારસ્પષ્ટતા સાથે ભાષા પરને મજબૂત કાબુ બતાવી વાંચતી વખતે આહ્વાદ કરાવે છે.
ચરિત્રના અનેક પ્રસંગે ભારે આકર્ષણય, સુરેખ અને સુસ્પષ્ટ હેઈ વાંચવા-વિચારવામાં યાદગાર અને શિક્ષણીય થઈ પડે તેવી રીતે