________________
યોગના માત્ર એકલેશભાગને આ ગ્રંથમાં વર્ણવીશ.
તાત્ત્વિક રીતિએ વિચાર કરીએ તો આ ગ્રંથમાં કહેવાતું યોગનું વર્ણન વ્યાપક (એટલે સંપૂર્ણ) હોવા છતાં પણ અક્ષરરચનાની અપેક્ષાએ ગ્રંથ અલ્પ = નાનો (ફક્ત ૧૦૦ ગાથા પ્રમાણ જ) હોવાથી આ પ્રમાણે વ્યપદેશ કરેલ છે. જેમ કપુરની ગોટી પ્રમાણમાં નાની હોવા છતાં તેની સુવાસ ચોતરફ બહુ જ વિસ્તરે છે. તેની જેમ આ ગ્રંથ પણ અક્ષરથી નાનો (ગાથાથી અલ્પ) હોવા છતાં પણ અર્થથી વ્યાપક (અર્થાત્ પૂર્ણ) છે. આ પ્રમાણે કહેવું તે યુક્તિસંગત હોવાથી અવિરુધ્ધ જ છે.
આ યોગશતક ગ્રંથમાં કહેવાતું યોગનું વર્ણન હું ક્યાંથી કહીશ ? આવું મને કોઈ પૂછે. અર્થાત્ હે આચાર્યશ્રી ! તમે કયાંથી કહેશો ? એટલે પૂર્વાચાર્યકૃત ગ્રંથોમાંથી કહેશો ? કે શું તમારી પોતાની બુદ્ધિથી જ કહેશો ? તેનો આચાર્યશ્રી ઉત્તર આપે છે કે – ના, હું મારી સ્વબુદ્ધિથી નથી કહેવાનો. પરંતુ પૂર્વાચાર્યવિરચિત જે યોગસંબંધી અધ્યયનો = શાસ્ત્રો પ્રવચનમાં પ્રસિદ્ધ છે તે અધ્યયનો (શાસ્ત્રો)ના અનુસારે જ એટલે કે તે શાસ્ત્રોમાં કહેલી નીતિ-રીતિ મુજબ જ યોગના લેશભાગનું વર્ણન આ ગ્રંથમાં હું કરીશ.
एवं चेह ग्रन्थकारस्य योगलेशाभिधानमनन्तरप्रयोजनम्, योगलेश एवाभिधीयमानोऽभिधेयम्, साध्यसाधनलक्षणश्च सम्बन्धः श्रोतॄणां तु योगलेशज्ञानमनन्तरप्रयोजनं, (परंपरा प्रयोजनं) तु द्वयोरपि मुक्तिरेव, तत्त्वज्ञानपूर्विकत्वाद् मुक्तेः । न चास्य योगं मुक्त्वा अपर उपायः । यथोक्तम्: આ પ્રમાણે આ ગ્રંથમાં યોગના લેશભાગનું કથન” એ જ ગ્રંથકર્તાનું (વક્તાનું) અનંતર પ્રયોજન છે. આ ગ્રંથમાં કહેવાતો ‘યોગનો લેશ ભાગ’’ એ જ અભિધેય વિષય છે. સાધ્ય-સાધન સ્વરૂપ સંબંધ સમજવો, એટલે કે આ ગ્રંથ તે સાધન છે અને તેનાથી પ્રાપ્ત થતું જે યોગસંબંધી જ્ઞાન તે સાધ્ય છે. એમ સંબંધ જાણવો. યોગના લેશભાગનું જ્ઞાન મેળવવું એ શ્રોતાનું અનંતર પ્રયોજન જાણવું. તથા આ યોગજ્ઞાન દ્વારા ‘‘મુક્તિ પ્રાપ્ત કરવી’’ તે શ્રોતા અને વક્તા એમ બન્નેનું પરંપરા પ્રયોજન છે. કારણ કે મુક્તિ તત્ત્વજ્ઞાન પૂર્વક જ થાય છે. અને આ તત્ત્વજ્ઞાન મેળવવાનો ઉપાય યોગને મૂકીને બીજો કોઈ જ નથી. (યોગબિન્દુમાં) કહ્યું છે કે ઃवादांश्च प्रतिवादांश्च वदन्तोऽनिश्चितांस्तथा । तत्त्वान्तं नैव गच्छन्ति, तिलपीलकवद् गतौ
।। ૬૭ ।।
યોગશતક - ૧૭
Jain Education International
"
For Private & Personal Use Only
www.jainelibrary.org