________________
જેમ કે “આ સાકર મધુર છે. અહીં આ સાકર કે ઇતર સાકર બધી ગળી જ હોય છે. એટલે ઈતર સાકરથી ભેદ કરવાનો આશય નથી. માત્ર સાકરનું સ્વરૂપ જ બતાવાય છે. માટે “મધુર' વિશેષણ સ્વરૂપસૂચક છે. તેવી જ રીતે યોગિનાથ એવા મહાવીરસ્વામી કેવા?યોગનું સમ્મસ્વરૂપ બતાવનારા, બધા જ યોગિનાથી યોગનું સ્વરૂપ બતાવનારા જ હોય છે. તેથી આ વિશેષણ ભેદસૂચક નથી પરંતુ સ્વરૂપસૂચક છે. તથા શ્વેત વસ્ત્ર માનય ઇત્યાદિ વાક્યોમાં લખાતું શ્વેત વિશેષણ કૃષ્ણાદિ ઇતર વસ્ત્રોથી આ વસ્ત્રનો ભેદ સૂચવે છે. તે ઇતરભેદસૂચક વિશેષણ જાણવું.
સુયોસિન્દર્શમ્ = શોભન એવો યોગ,ઉત્તમ એવો જયોગ, તેને બતાવનારા એવા મહાવીર પ્રભુને પ્રણામ કરીને યોગનું સ્વરૂપ જણાવીશ. “ઉચિત આચરણ કરાવું” (એટલે કે જે કાર્યવાહીથી ધર્મપ્રવૃત્તિ વેગવંતી બને તેવી તે તે ગુણઠાણાને ઉચિત પ્રવૃત્તિ કરવી.) ઇત્યાદિ વિશિષ્ટ સ્વરૂપપણે ભવોભવમાં એકાન્ત વૃદ્ધિ જ કરવામાં કારણભૂત = એટલે કે ભવોભવમાં એકાત્તે સાનુબધુ = વધારે ને વધારે ગાઢ સંસ્કારો આપવામાં કારણભૂત, ગુરુવિનય-શુશ્રુષા આદિ ચિત્ર-વિચિત્ર અનેક ભેદોવાળો આ યોગ તે સુયો = ઉત્તમ યોગ કહેવાય છે. કારણ કે તે યોગ આત્માને મોક્ષની સાથે જોડી આપે છે.
તે યોગને સારી રીતે બતાવનારા = તે તીર્થંકર ભગવન્તો પોતે જાતે આવા પ્રકારના ઉત્તમયોગનું આસેવન કરવા દ્વારા અને યથોચિત (જેવા પ્રકારના જીવો હોય તેઓને તેમના યોગ્ય) ઉપદેશ આપવા દ્વારા યોગનું સ્વરૂપ બતાવનારા જે તીર્થંકર પ્રભુ તે સંદર્શક પ્રભુ કહેવાય છે. અહીં ભગવાનને આસેવન દ્વારા યોગ બતાવનારા કહ્યા છે તેનો અર્થ એ છે કે ભગવાન્ ચરમ શરીરવાળા હોવાથી કર્મો તેઓને પરવશ હોવા છતાં પણ = કર્મો ઉપર તેઓએ વિજય મેળવેલો હોવા છતાં પણ તેવા પ્રકારના શિષ્યોના ઉપકાર માટે જ જાણતા હોવા છતાં પણ જાણે પોતે જાતે આચરણ કરીને યોગનું સ્વરૂપ સમજાવવા ઇચ્છતા હોય તેવી રીતે ચિત્રવિચિત્ર = અનેક પ્રકારના અભિગ્રહોને સેવનારા જે પ્રભુ મહાવીર સ્વામી હતા, તેમને નમસ્કાર કરીને આ ગ્રંથ શરૂ કરું છું.
ભાવાર્થ એ છે કે તે તે ગુણસ્થાનકોને ઉચિત આચરણ એવું કરવું કે જે ઉત્તરોત્તર ગુણવૃદ્ધિનું કારણ બને અને ભવોભવમાં સાનુબંધફળનું = ગાઢ સંસ્કારનું કારણ બને તે ગુરુવિનયાદિ અનેકવિધ જે યોગ તે સુયોગ કહેવાય છે. આવો સુયોગ
Iમોગશર કે કિ |
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org