________________
આત્માને મોક્ષની સાથે જોડે એવો સમ્યજ્ઞાનાદિ રત્નત્રયીનો જે સંબંધ તે યોગ. આવો તે યોગ વિદ્યમાન છે જે મહાત્માઓને, તે મહાત્મા = મુનિઓ યોગી કહેવાય છે. તેવા પ્રકારના યોગીઓના-મુનિઓના-મહાત્માઓના જેનાથ તે યોગિનાથ કહેવાય છે.
તીર્થંકર પરમાત્મા જ વીતરાગ (સામાન્ય કેવળી)થી પ્રારંભીને પશ્ચાનુપૂર્વીએ (૧૨-૧૧-૧૦-૯-૮-૭-૬ આદિ ગુણસ્થાનકવર્તી) યાવત્ અપુનર્બન્ધક સુધીના તમામ જીવો ઉપર તેવા તેવા પ્રકારે ઉપકાર કરનારા, અને પ્રાપ્ત ગુણોનું પાલન (સંરક્ષણ) કરનારા હોવાથી તીર્થંકર પરમાત્મા નાથ કહેવાય છે.
યોગ અને ક્ષેમ કરે તેને નાથ કહેવાય છે. તીર્થંકર પરમાત્માઓ ઉપકાર નહિ પામેલા એવા અનુપકૃત જીવોના ઉપર ઉપકાર કરનારા હોવાથી યોગ કરનારા કહેવાય છે અને ઉપકાર પામેલા સાધુ-સંતો આદિ ઉપકૃત જીવોનું તેઓમાં આવેલો ઉપકાર ચાલ્યો ન જાય તેનું પાલન-સંરક્ષણ-જતન કરનારા હોવાથી ક્ષેમ કરનારા કહેવાય છે. આ પ્રમાણે તીર્થકર ભગવન્ત યોગ તથા ક્ષેમ કરનારા હોવાથી નાથ કહેવાય છે, તેવા યોગિનાથ તીર્થંકર પરમાત્મા મહાવીર સ્વામીને પ્રણામ કરીને હું આ યોગનો ગ્રંથ શરૂ કરું છું. આ પ્રમાણે સંબંધ જોડવો.
ગયa વિશેષ્યતે “સુયોરન્ટ'' = શોમો યોઃ = औचित्यादिविशेषरूपतया एकान्ततः सानुबन्धफलहेतुः चित्रभेदो गुरुविनयादिरूपइति-तस्य सन्दर्शकः- सम्यग्-आसेवनोपदेशद्वारेण दर्शकः = सन्दर्शकः । तथा च भगवांश्चरमदेह तया कर्मवशितायामपि तथाविधविनेयानुग्रहाय जानानोऽपि विचित्रानभिग्रहानासेवितवान् इति तम् । कमेवम्भूतम् ? इत्याह -
આ જ યોગિનાથ તીર્થંકર મહાવીર સ્વામી કેવા છે તે વિશેષણ દ્વારા વિશિષ્ટ કરે છે. એટલે કે યોગિનાથને વિશેષણ દ્વારા અન્યથી ભિન્ન કરે છે. વિશેષણનો અર્થ જ એ છે કે અર્થને વિશિષ્ટ કરે. ઈતરથી ભિન્ન કરે. આવા પ્રકારનાં વિશેષણો બે જાતનાં હોય છે. (૧) સ્વરૂપસૂચક વિશેષણ અને (૨) ઈતરભેદસૂચક વિશેષણ.
જ્યારે વિવક્ષિત વસ્તુને ઇતરથી જુદી કરવાનો આશય ન હોય, અથવા ઇતર વસ્તુ જ ન હોય ત્યારે મુકાતાં વિશેષણો સ્વરૂપસૂચકવિશેષણો કહેવાય છે.
/ યોગશતક છે ૭ /
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org