________________
ते योगिनः - मुनयः, तेषां नाथो योगिनाथः, तथा च भगवान् वीतरागादीनां पश्चानुपूर्व्या अपुनर्बन्धकावसानानां तथातथोपकार करणपालनाद् नाथः તમ |
આચાર્ય શ્રી હરિભદ્રસૂરિજીની કોઈ પણ ગ્રંથોના અર્થો લખવાની પદ્ધતિ એવી છે કે ગુજરાતી અર્થ કરવા માટે કરાતા અન્વય પ્રમાણે અર્થ લખતા નથી.પરંતુ પહેલા શબ્દનો પર્યાયવાચી શબ્દ લખવા દ્વારા અર્થ જણાવી બીજા શબ્દનો પર્યાયવાચી શબ્દ લખે. એમ ક્રમશઃ ગાથાના દરેક શબ્દોના પર્યાયવાચી શબ્દો લખવા દ્વારા અર્થ જણાવે છે. તથા કોઈ પણ એક પદને બીજા પદની સાથે જેવો સંબંધ હોય તે જણાવવા માટે ક્રિમ્ વિગેરે સર્વનામોનો પ્રયોગ કરી અર્થ ખુલ્લો કરવા પ્રયત્ન કરે છે. માટે આખી ગાથાના દરેક શબ્દોના અર્થો જાણીને અન્વય સંબંધ આપણે પોતે જાતે જ કરવાનો હોય છે.
- મિM = એટલે નખ્વા અર્થાત્ પ્રણામ કરીને, કોને પ્રણામ કરીને ? તો જણાવે છે કે “ગોાિઉિં'' એટલે યોગિનાથને પ્રણામ કરીને હું યોગનું સ્વરૂપ જણાવીશ. અહીં યોગિનાથ શબ્દનો પ્રયોગ કર્યો છે એટલે શંકા થાય છે કે યોગ કોને કહેવાય ? યોગી કોને કહેવાય ? અને નાથ કોને કહેવાય ? તે ગ્રંથકારશ્રી સમજાવે છે –
આત્માનો સમ્યજ્ઞાનાદિ રત્નત્રયીની સાથે જે સંબંધ થવો તે સંબંધસ્વરૂપ, હવે પછીની ગાથાઓમાં કહેવાતું લક્ષણ જેનું, તથાનિશ્ચય-વ્યવહારાદિ અનેકભેદોથી ભિન્ન-ભિન્ન સ્વરૂપવાળો યોગ છે.
- આ આત્મા અનાદિકાળથી મિથ્યાદૃષ્ટિ છે. તે મિથ્યાત્વાવસ્થા મોક્ષમાર્ગની વિરોધિની છે. તેથી એકડા વિનાનાં મીંડા જેમ કોઈ આંક બતાવી શક્તા નથી, તેમ સમ્યકત્વ વિના આવેલા કોઈ વ્યવહારિક ગુણો પણ ગુણવત્તાના ફળને આપતા નથી. તેથી આત્મા મોક્ષ તરફ જોડાતો નથી. માટે જ્યારે સમ્યકત્વ પામે અને તે સમ્યક્ત્વના પ્રતાપે જ્ઞાન-ચારિત્રનો જે યોગ થાય તે ત્રણે રત્નત્રયીનો આત્માને થયેલો જે સંબંધ તે આ આત્માને મોક્ષની સાથે જોડનાર છે. માટે તેને યોગ કહેવાય છે. મોક્ષે યોગના = યોજા:
આ યોગના નિશ્ચય અને વ્યવહાર એમ બે ભેદો છે. તેમાંથી નિશ્ચયયોગનું વર્ણન ગાથા ૨ - ૩ માં, તથા વ્યવહારયોગનુ વર્ણન ગાથા ૪ - ૫માં જણાવાશે.
wયોગશ૩ કે ૪ //
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org