________________
છે. ઇત્યાદિ સુયોગ્ય તર્ક સ્વબુદ્ધિથી સમજવા.
- इदं च योगशतकं सम्यग्ज्ञानहेतुत्वात् श्रेयोभूतं. वर्तते । अतो मा भूद् विनइति विघ्नविनायकोपशान्तये "णमिऊणजोगिणाहंसुजोगसंदंसगंमहावीरं" इत्यनेनेष्टदेवतास्तवमाह -
प्रेक्षापूर्वकारिणश्च प्रयोजनादिशून्येन प्रवर्तन्त इति प्रयोजनादिप्रतिपादनार्थं च "वोच्छामि जोगलेसं जोगज्झयणाणुसारेणं' इत्येतदाह - एष तावद् गाथा प्रस्तावः समुदायार्थश्च । अधुनाऽवयवार्थ उच्यते :
આ “યોગશતક” નામનો ગ્રંથ સમ્યજ્ઞાનનું કારણ હોવાથી કલ્યાણસ્વરૂપ છે. કારણ કે વારંવાર આ અને આના જેવા અન્યગ્રંથોનું અધ્યયન કરવાથી રાગદ્વેષની ગ્રંથિ તૂટી જાય છે. મોક્ષાભિલાષ વધે છે. સમ્યકત્વની પ્રાપ્તિ થાય છે. આ કારણથી આ ઉત્તમકાર્યમાં કોઈ પણ પ્રકારનાં (નાના-મોટા) વિપ્નો ન આવે એટલા માટે વિદ્ગોના સમૂહની શાન્તિને માટે “મિ ગોfTIÉ સુગોસંવંસ, મહાવીર (યોગિઓના નાથ અને ઉત્તમ યોગમાર્ગના સંદર્શક એવા પ્રભુ મહાવીર સ્વામીને નમસ્કાર કરીને) આ મૂળ પ્રથમ ગાથાના પૂર્વાર્ધ વડે ગ્રંથકારશ્રી હરિભદ્રસૂરિજી ઇષ્ટદેવતા (પરમાત્મા, વીતરાગ દેવ શ્રી મહાવીર સ્વામી) ને નમસ્કાર કરવા સ્વરૂપ . સ્તુતિમય મંગળાચરણ જણાવે છે.
માં મવાન્ - પાપાત્ - વિખાત્ - નિયતીતિ મંતિમ = મને આ સંસારથી - પાપોથી - વિપ્નોથી જે બચાવે તે મંગળ – પરમાત્માની ભાવપૂર્વક સ્તુતિ કરવાથી પૂર્વબધ્ધ પાપકર્મો છેદાય છે. તેથી વિઘ્નો દૂર થાય છે અને નિર્વિઘ્ન ઇષ્ટકાર્યની સિદ્ધિ થાય છે. કોઈ પણ ગ્રંથના પ્રારંભમાં મંગળાચરણ - વિષય – સંબંધ અને પ્રયોજન એમ અનુબંધચતુષ્ટય હોય છે. તેમાંથી પૂર્વાર્ધ વડે ગ્રંથકારશ્રીએ મંગળાચરણ જણાવ્યું.
- બુદ્ધિપૂર્વક કાર્ય કરનારાઓ (એટલે કે બુદ્ધિપૂર્વક પૂર્વાપરનો વિચાર કરીને સમજી-શોચીને કાર્ય કરનારાઓ) પ્રયોજનાદિથી શૂન્ય (પ્રયોજન-વિષય-સંબંધથી શૂન્ય) એવા ગ્રંથમાં પ્રવૃત્તિ કરતા નથી. કારણ કે આ ગ્રંથ આત્માનું હિત સાધે તેવા પ્રયોજનવાળો છે કે તેવા પ્રયોજન વિનાનો છે ? તે જાણ્યા વિના, તથા આ ગ્રંથમાં શું વિષય ચર્ચવાનો છે? તે જાણ્યા વિના, તથા આ ગ્રંથ કયા પૂર્વપુરુષોના
યોગશતક છે ? A
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org