________________
ગાથાર્થ:- યોગીઓના નાથ, તથા ઉત્તમ યોગમાર્ગના ઉપદેશક એવા મહાવીર પ્રભુને નમસ્કાર કરીને યોગસંબંધી શાસ્ત્રોને અનુસાર યોગમાર્ગના લેશમાત્રને (આ ગ્રંથમાં) કહીશ. + ૧ ||
ટીકાનુવાદ - ત્યાં શિષ્ટ પુરુષોનો આ આચાર જ છે કે કોઈ પણ ઈષ્ટ કાર્યમાં પ્રવર્તમાન થયા છતા શિષ્ટ પુરુષો ઈષ્ટદેવતાને નમસ્કાર કરવા પૂર્વક જ પ્રવૃત્તિ કરે છે. આ આચાર્યશ્રી પણ શિષ્ટ નથી એમ નહિ અર્થાત્ શિષ્ટ જ છે. આ કારણથી તે શિષ્ટ પુરુષોના આચારોનું પાલન કરવા માટે તથા કલ્યાણકારી કાર્યો હંમેશાં બહુવિઘ્નોવાળાં જ હોય છે. અન્ય ગ્રંથોમાં કહ્યું છે કે –
“કલ્યાણકારી કાર્યો મહંતોને પણ બહુવિઘ્નોવાળા હોય છે અને અકલ્યાણકારી કાર્યોમાં પ્રવર્તેલાઓને વિઘ્નો આપોઆપ ક્યાંય ચાલ્યાં જાય છે.”
પ્રશ્ન :- ગ્રંથકાર અને ટીકાકાર શ્રી હરિભદ્રસૂરિજી એક જ છે. તો ટીકામાં “આ આચાર્ય શિષ્ટ નથી એમ નહિ અર્થાત્ શિષ્ટ જ છે” એમ આત્મપ્રશંસા કેમ કરી ? કારણ કે મહાત્મા પુરુષો સ્વમુખે પ્રશંસા કદાપિ કરતા નથી, તથા “આ આચાર્ય” આવા શબ્દો લખીને જાણે ટીકાકારથી ગ્રંથકાર જુદા હોય એવો ભાવ કેમ બતાવાય છે? પોતે જ પોતાના માટે “આ આચાર્ય” એવો ભેદસૂચક શબ્દપ્રયોગ કેવી રીતે કરે ?
ઉત્તર :- “આ આચાર્ય પણ શિષ્ટ નથી એમ નહિ” આવા શબ્દો લખીને ટીકાકારે આત્મપ્રશંસા કરી નથી. પરંતુ સ્વરૂપ સૂચવ્યું છે કે સેંકડો ગ્રંથોના કર્તા આ હરિભદ્રસૂરિ આચાર્ય પણ શિષ્ટ જ છે. તથા આટલા ગ્રંથોના પ્રણેતા આચાર્ય પણ શિષ્યોના આચારપાલનને આધીન છે. સ્વતંત્ર નથી. તો અન્યની તો વાત જ શું કરવી?
શિષ્યોના આચારપાલનને પરવશ હોય તે જ યથાર્થશિષ્ટ છે સ્વમતિકલ્પનાએ વર્તે તે યથાર્થશિષ્ટ નથી. ઇત્યાદિ કારણો સમજવાં.
વળી ગ્રંથકર્તા અને ટીકાકાર દ્રવ્યથી એક જ હોવા છતાં પર્યાયાવસ્થાથી ભિન્ન છે. એટલે ટીકાકારશ્રી હરિભદ્રસૂરિજી પર્યાયની અપેક્ષાએ પોતાનાથી ભિન્ન એવા ગ્રંથકારશ્રી હરિભદ્રસૂરિજીને આશ્રયીને લખે છે કે આ ગ્રંથકર્તા આચાર્યશ્રી હરિભદ્રસૂરિજી શિષ્ટ નથી એમ નહિ અર્થાત્ શિષ્ટ જ છે. પર્યાયાવસ્થા આશ્રયી બન્ને આચાર્ય ભિન્ન થવાથી ટીકાકારશ્રી ગ્રંથકારશ્રીજીની પ્રશંસા કરે તે ઉચિત જ
વળતર પણ II
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org